અમે ડરતાં નથી: ઈંગ્લેન્ડના કોચ મેક્કયુલમની ભારતને `ચેતવણી
ટૉમ હાર્ટલએ પાંચ મેચની શ્રેણીના પ્રથમ મુકાબલામાં શાનદાર સ્પીન બોલિંગ કરી ભારતીય બેટરોની માનસિક્તાને ઠેસ પહોંચાડી છે. આ પછી ઈંગ્લેન્ડ કાલથી શરૂ થનારી બીજી ટેસ્ટ મેચમાં તમામ સ્પીન બોલરોને એક સાથે ઉતારી શકે છે. ઈંગ્લેન્ડના કોચ બ્રેન્ડન મેક્કયુલમ હવે બીજી ટેસ્ટ મેચની પીચ જોવા માટે આતૂરતાથી રાહ જોઈ રહ્યો છે. વિશાખાપટ્ટનમના મેદાનને સામાન્ય રીતે મોટા સ્કોરનું ગ્રાઉન્ડ તરીકે ઓળખવામાં આવે છે. જો કે પાછલા થોડા સમયથી અહીં સ્પિનરોનો દબદબો રહ્યો છે. મેક્કયુલમે કહ્યું કે જો પરિસ્થિતિ સંપૂર્ણપણે સ્પિનરોને માફક આવે તેવી હશે તો તેની ટીમ બોલિંગ ડિપાર્ટમેન્ટમાં તમામ સ્પીનરો સામે ઉતરવામાં ડર અનુભવશે નહીં.
આ મેચમાં શોયેબ બશીરને ડેબ્યુની તક મળી શકે છે જ્યારે અનુભવી સ્પીનર જૈક લીચની ઈજા અંગે વધુ જાણકારી સામે આવી નથી. લીચ જો ફિટ રહે છે તો બશીર પહેલી ટેસ્ટમાં રમાનારા એકમાત્ર ફાસ્ટ બોલર માર્ક વૂડની જગ્યા લઈ શકે છે. આ અંગે મેક્કયુલમે કહ્યું કે જો શ્રેણી આગળ વધવા પર વિકેટ એ જ રીતે ટર્ન લઈ રહે છે જેવી પહેલી મેચમાં લેતી હતી તો પછી તમામ મેચમાં સ્પીનરો સાથે જ ઉતરશું.