અંબાણી પરિવારની શોભા વધારવા જામનગરમાં ક્રિકેટરોનો જમાવડો
સચિન-ઝહીર-ધોની-હાર્દિક-બ્રાવો-સૂર્યા સહિતના ક્રિકેટરોનું આગમન
ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના પ્રિ-વેડિંગ શૂટનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ પ્રસંગમાં દેશ-વિદેશના અનેક નામાંકિત વ્યક્તિઓ સામેલ થવાના છે. જામનગરમાં અત્યાર સુધીમાં મહેન્દ્રસિંહ ધોની, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, સૂર્યકુમાર યાદવ, ડી.જે.બ્રાવો, રાશિદ ખાન સહિતના ક્રિકેટરો પહોંચી ચૂક્યા છે. આ ઉપરાંત પૂર્વ ક્રિકેટર સચિન, તેંડુલકર, ઝહીર ખાન પણ જામનગર પહોંચ્યા છે. જ્યારે રોહિત શર્મા સહિતના ખેલાડીઓ પણ પ્રસંગમાં ચાર ચાંદ લગાવવા માટે આવી રહ્યા હોવાનું જાણવા મળતાં જ ક્રિકેટરસિકો જામનગર એરપોર્ટ તેમજ જ્યાં મહાનુભાવોનો ઉતારો છે ત્યાં બહાર ગોઠવાઈ ગયા છે