ધોની ઘૂંટણની ઈજાથી પીડાઈ રહ્યો છે, ૧૦ ઓવર બેટિંગ કરવી પણ મુશ્કેલ
કોચ ફ્લેમિંગે કરી સ્પષ્ટતા: લોકોએ કહ્યું, તો પછી રમી જ શું કામ રહ્યો છે ?
આઈપીએલમાં સીએસકે વતી ૪૩ વર્ષીય ધોની જે ક્રમે બેટિંગ કરવા ઉતરી રહ્યો છે તેને લઈને તરેહ તરેહની ચર્ચાઓ ચાલી રહી છે. ધોની ક્યારેક આઠમા, ક્યારેક નવમા ક્રમે બેટિંગમાં આવતો હોય તેનું પરિણામ ટીમે ભોગવવું પડી રહ્યું છે. ચેન્નાઈએ અત્યાર સુધી ત્રણ મેચ રમી છે જેમાં બેમાં તેનો પરાજય થયો છે. આ ત્રણેય મેચમાં ધોનીએ ૪૬ રન બનાવ્યા છે જેમાં અણનમ ૩૦ રન તેનો શ્રેષ્ઠ સ્કોર છે.
હવે કોચ સ્ટીફન ફ્લેમિંગે કહ્યું કે ધોની અત્યારે ઘૂંટણની ઈજા સામે ઝઝૂમી રહ્યો છે. તેની ઈજા સંપૂર્ણપણે ઠીક થઈ નથી. આ જ કારણ છે કે ધોની માટે ૧૦ ઓવર બેટિંગ કરવી પણ મુશ્કેલ છે એટલા માટે તે ઓવરના હિસાબથી બેટિંગ કરવા આવે છે.
ચેન્નાઈએ પોતાની પાછલી બે મેચ બેંગ્લુરુ અને રાજસ્થાન વિરુદ્ધ ગુમાવી હતી. આરસીબી વિરુદ્ધ ધોની નવમાઅને રાજસ્થાન વિરુદ્ધ સાતમા ક્રમે બેટિંગ કરવા આવ્યો હતો પરંતુ ટીમને જીતાડી શક્યો ન્હોતો.