યોગ છે મારી ઓળખ લોકો કહે છે ‘રબર ગર્લ કાદમ્બરી’
9 વર્ષની ઉમરમાં જ યોગમાં સિદ્ધિ મેળવનાર કાદમ્બરી 200થી વધારે યોગાસન જાણે છે
સેકન્ડમાં માણસની ફરતે રબરની જેમ વિટાઈ જાય છે : યોગની સાથે મ્યુઝિકમાં પણ છે એટલી જ પકડ
કોઈ પણ ક્લાસ રાખ્યા વગર માતાની મદદથી ઘરે પ્રેક્ટીસ કરી કાદમ્બરીએ રાજકોટને યોગાસનમાં 13થી પણ વધુ મેડલ અપાવ્યા
શરીર અને મનનું સંતુલન એટલે યોગ. યોગ એ પ્રાચીન ભારતની એક બહુમૂલ્ય ભેટ છે. જે મન અને શરીર વચ્ચે સદ્દભાવ લાવવાં પર ધ્યાન કેન્દ્રિત કરે છે. યોગની લોકપ્રિયતા આપણા દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ખૂબ વધારે છે. હવે 21મી સદીની યુવા જનરેશન પણ યોગને લઈને વધુ પ્રેરિત બની છે. ત્યારે આજે રાજકોટની એક એવી દીકરી વિશે જાણવાના છીએ જેને માત્ર 9 વર્ષની ઉમરથી જ યોગમાં પોતાના પરિવારનું નામ દેશમાં રોશન કર્યું છે.આ દીકરીનું નામ છે કાદમ્બરી પણ કદાચ તમે તેને રબર ગર્લ કાદમ્બરી તરીકે ઓળખતા હશો. કાદમ્બરી પોતાના શરીરને માનો રબર હોઇ તેમ મનચાહે તે રીતે ઢાળી શકે છે. અને આ દીકરી માત્ર યોગા નહીં પરંતુ સંગીતમાં પણ માહેર અને તે યોગાસન કરતાં કરતાં સાથે મ્યૂઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ પણ વગાડે છે. અને તેમાં પણ નામ કમાવ્યું છે. હાલ પોતે પ્રાણીનોના ડોક્ટરનો અભ્યાસ કરી વધુ સિદ્ધિ મેળવવા જઈ રહી છે.
રાજકોટનું નામ રોશન કરતી કાદમ્બરી સંદીપભાઈ ઉપાધ્યાય નામની દીકરીએ 9 વર્ષની ઉમરમાં જ યોગમાં મહારત હાસિલ કરવાનું નક્કી કરી લીધું અને સ્કૂલમાં યોગા ક્લાસ શરૂ કર્યા હતા. જેમ-જેમ યોગમાં પોતાની પકડ મજબૂત થતાંની સાથે તેણીને યોગામાં રુચિ વધવા લાગી હતી.અને 10માં વર્ષમાં જ કાદમ્બરીએ નેશનલ યોગાસનમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. પરંતુ કાદમ્બરી અહી ઊભી રેવાની થોડી હતી. તેને તો રાજકોટને ગોલ્ડ મેડલ આપવાનું નક્કી કરી લીધું હતું. અને ઘરેથી જ માતા કાવેરીની મદદથી યોગની પ્રેક્ટિસ શરૂ કરી હતી. અને 2016માં સિલ્વર મેડલ મેળવી તેણીએ 2017માં ગુજરાત ખેલ મહાકુંભમાં યોગમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. અને 2018માં પણ યોગાસનમાં ગોલ્ડ મેળવી રાજકોટનું નામ અવ્વલ લાવ્યું હતું.
તેવી જ રીતે કાદમ્બરીએ 2014 થી લઇ 2020 સુધી કુલ 13 મેડલ ગુજરાત અને રાજ્કોટને યોગાશનમાં અપાવ્યા છે. રાજ્યકક્ષાની યોગાસન સ્પર્ધામાં કાદમ્બરી મિસ યોગિની-2018નું બિરુદ મેળવી શહેરનું નામ રોશન કર્યું હતું. ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્યકક્ષાની અન્ડર-14ની યોગાસન સ્પર્ધામાં રાજકોટની સર્વોદય સ્કૂલમાં ધો.8માં અભ્યાસ કરતી કાદમ્બરી ઉપાધ્યાયએ ભાગ લીધો હતો. અને ખેલ મહાકુંભમાં સતત ત્રણ વર્ષ યોગમાં પોતાનો દબદબો જાળવી રાખી ત્રણ ગોલ્ડ અને એક સિલ્વર મેડલ સાથે મિસ યોગિની-2018નું બિરુંદ મેળવ્યું હતું. કાદમ્બરીએ રિધમિક ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ, ટ્રેડિશનલ ઇવેન્ટમાં સિલ્વર મેડલ અને બેસ્ટ ઓફ ધી બેસ્ટમાં ગોલ્ડ મેળવ્યો હતો. ઉત્તમ પ્રદર્શનને કારણે કાદમ્બરીને મિસ યોગિનીનું બિરૂદ આપવામાં આવ્યું હતું. અને સતત ત્રણ વર્ષ સુધી તેને આ બિરુદ આપવામાં આવ્યું હતું.પોતાના શરીરને રબરની જેમ વાળી દેતી કાદમ્બરીએ 2014 થી 2022 સુધી 13 મેડલ રાજકોટને યોગાશનમાં અપાવ્યા હતા. અને હાલ પોતે પ્રાણીઓના ડોક્ટરનો અભિયાસ કરી રહી છે.
યોગ મુદ્રામાં કાદમ્બરી વગાડે છે પિયાનો
રાજકોટની કાદમ્બરી ઉપાધ્યાય માત્ર 5 વર્ષની ઉંમરે જ સંગીત, 9 વર્ષની ઉંમરે યોગા શીખવાનું શરૂ કર્યું હતું. યોગ અને સંગીત વચ્ચે કોઈ સંબંધ નથી. કાદમ્બરી એક સાથે બન્ને શોખ ધરાવે છે. 52 સેકન્ડનું રાષ્ટ્રગાન ‘જનગણમન’…પણ યોગ મુદ્રા સાથે પિયાનો પર વગાડી જાણે છે. કાદમ્બરીએ સ્ટેટ અને નેશનલ લેવલે 65 સર્ટિફિકેટ, 13 મેડલ અત્યાર સુધીમાં મેળવી ચૂકી છે. બે મિનિટ સુધી હનુમાનાસન, ધ્વજાસન, ભૂમાસન પણ કરી શકે છે.
ખેલ મહાકુંભમાં સતત ત્રણ વર્ષ ‘મિસ યોગીની ઓફ ગુજરાત’નું બિરુદ મળ્યું
કાદમ્બરીએ ખેલ મહાકુંભમાં સતત ત્રણ વર્ષ યોગમાં પોતાનો દબદબો જાળવી રાખી ત્રણ ગોલ્ડ અને એક સિલ્વર મેડલ સાથે મિસ યોગિની-2018નું બિરુંદ મેળવ્યું હતું. ત્યાર બાદ તેને સતત ત્રણ વર્ષ સુધી મિસ યોગિનીનું બિરુદ મળ્યું હતું.
નેશનલ યોગાસન ચેમ્પિયનશીપ (ઉજ્જૈન) 2014-2015 બ્રોન્ઝ
સાઉથ એશિયા ઇન્ટરનેશનલ ચેમ્પિયનશીપ (નેપાલ) 2017 સિલ્વર
નેશનલ સ્કૂલ ગેઇમ (ચંદીગઢ) 2017 બ્રોન્ઝ
ખેલ મહાકુંભ સ્ટેટ યોગાસન ચેમ્પિયનશીપ (ગુજરાત) 2016 સિલ્વર
ખેલ મહાકુંભ સ્ટેટ યોગાસન ચેમ્પિયનશીપ (ગુજરાત) 2017 ગોલ્ડ
ખેલ મહાકુંભ સ્ટેટ યોગાસન ચેમ્પિયનશીપ (ગુજરાત) 2018 બે ગોલ્ડ – એક સિલ્વર
ખેલ મહાકુંભ સ્ટેટ યોગાસન ચેમ્પિયનશીપ (ગુજરાત) 2019 બે ગોલ્ડ
લકુલીશ યોગાશન ચેમ્પિયનશીપ -2018-19 બે સિલ્વર – એક બ્રોન્ઝ
ઓપન સૌરાષ્ટ્ર યોગાસન – 2018-2019 ગોલ્ડ
ઓપન ગુજરાત યોગા ચેમ્પિયનશીપ (નવસારી) – 2020 ગોલ્ડ
નેશનલ યોગાસન ચેમ્પિયનશીપ (ઉજ્જૈન) – 2020 – 21 બ્રોન્ઝ
નેશનલ યોગાસન ચેમ્પિયનશીપ (ઉજ્જૈન) – 2021 – 22 બે ગોલ્ડ