પતિના અવસાનના 3 કલાકમાં પત્નીનો પણ આપઘાત
નિ:સંતાન દંપતીએ સાથે જીવવા અને મરવાનો કોલ નિભાવ્યો
રાજકોટના 150 ફુટ રીંગ રોડ પર અયોધ્યા ચોકમાં ગોકુલ મથુરા એપાર્ટમેન્ટમાં 9માં માળે 902 નંબરના ફલેટમાં રહેતા નિ:સંતાન દંપતીએ એક પછી એક 3 કલાકના સમયના અંતરે અનંતનીવાટ પકડતા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો પતિનું અવસાન થયા બાદ તેમના પત્નીએ એસિડ પી આપઘાત કરી લીધો હતો.
ગોકુલ મથુરા એપાર્ટમેન્ટમાં 9માં માળે રહેતા મીનુભાઈ કિરીટકાંત દોશી (ઉવ 53)છેલ્લા 1 મહિનાથી બિમારીના કારણે ખાનગી હોસ્પિટલમાં દાખલ હતાશુક્રવારે સવારે તેમનું અવસાન થતા પત્ની પારૂલબેન પતિના વિરહની વેદના સહી શકયા નહીં, મીનુભાઈનું અવસાન થતા મૃતદેહ ઘરે લાવવામાં આવ્યો હતો. તેમના કુટુંબના લોકો સાથે પ્રોપર્ટીને લઇ વિવાદ ચાલતો હોવાથી આડોશ પાડોશના લોકો જ ત્યાં હતા ત્યારે પારૂલબેને રૂમમાં જઇ દિવાલ પર વસીયતનામાનું લખાણ લખ્યું ઉપરાંત એક કાગળમાં લખાણ લખી તે કાગળ પતિના મૃતદેહ ઉપર મુકી દીધો હતો અને એસીડ ગટગટાવી લીધુ હતું.પતિના પતિનાઅવસાનના 3 કલાક બાદ પત્ની પોતાના ઘરે ઘરની દિવાલો પર વસીયતનામુ લખી એક કાગળમાં મિલ્કત દાન કરવાનું લખી પોતે એસીડ પી લીધુ હતું અને લખાણ લખેલો કાગળ પતિના મૃતદેહ પર મુકી દીધો હતો. સિવિલ હોસ્પિટલમાં દાખલ પારૂલબેનનું પણ ટુંકી સારવાર દરમિયાન મોત થયું હતું. નિ:સંતાન દંપતીએ જીવીશું પણ સાથે અને મરીશું પણ સાથે તેવા કોલસાથે ત્રણ કલાકમાં અનંતનીવાટ પકડી હતી.આ કરૂણ ઘટનાથી ભારે શોક વ્યાપી ગયો હતો. ની વિગત મુજબ પારૂલબેન અને તેના પતિ મેણુભાઇ દોશી ગોકુલ મથુરા એપાર્ટમેન્ટમાં 902 નંબરના ફલેટમાં રહેતા હતા.
મિલકતઅનાથ આશ્રમઅનેઆર્મીમાં દાન આપવા અપીલ
નિ:સંતાન દંપતીમીનુભાઈ કિરીટકાંત દોશી (ઉવ 53)ના અવસાન બાદ પત્ની પારૂલબેને પણ એસીડ પીલીધું હતું. પારૂલબને આપઘાત પૂર્વે પહેલા દિવાલ પર લખ્યું કે તેમના મિલ્કતની 50 ટકા રકમ આર્મી અને પ0 ટકા રકમ અનાથ આશ્રમમાં દાન આપવી તેમજ મિલ્કતમાંથી તેમના પતિની સારવાર માટે થયેલ ખર્ચની રકમ બેંક બેલેન્સમાંથી ખાનગી હોસ્પિટલમાં બિલ ચૂકવવા જમા કરવી આ સિવાય પાડોશી જયેશભાઇ આશાવલાએ જે ખર્ચકર્યો હોય તેને રૂપિયા જયેશભાઈને આપી દેવા.તેમના કુટુંબના લોકો સાથે પ્રોપર્ટીને લઇ વિવાદ ચાલતો હોવાનું પણ પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે.