રાજકોટમાં પીજીવીસીએલ માં ભરતી અંગે ઉમેદવારોની રજૂઆત શું કહ્યું એડિશનલ મેનેજરે જુઓ વિડિયો
રાજકોટમાં ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટની ભરતી પ્રકરણમાં 9 મહિના વીતી જવા છતાં હજુ સુધી ભરતી રાઉન્ડ બહાર પાડવામાં ન આવતા કોંગ્રેસના વિદ્યાર્થી નેતા અને ઝોનલ પ્રવક્તા રોહિતસિંહ રાજપુત અનેક ઉમેદવારોને સાથે રાખી pgvclની કચેરી ખાતે સોમવારે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. આ બાબતે પીજીવીસીએલના અધિકારી કટારાને રજૂઆત કરી જણાવ્યું હતું કે, તંત્ર જો કોઈ પરીક્ષાનું આયોજન કરે તો સામે પારદર્શિતાથી તમામ માહિતી ઉમેદવારોને આપવી જોઈએ.
અત્રે એ ઉલ્લેખનીય છે કે ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટની ભરતીમાં પીજીવીસીએલ દર વર્ષે 15 રાઉન્ડ બહાર પાડી 2000 લોકોની ભરતી કરે છે પરંતુ આ વર્ષે એટલે કે તા.1-1-2023ના રોજ ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવી હોવા છતાં હજુ સુધી ફક્ત 199 ઉમેદવારોની જ ભરતી કરવામાં આવી છે. દરમ્યાન કોંગ્રેસના આગેવાનોએ પત્રકારોને જણાવ્યું હતું કે, પરીક્ષાના પરિણામની સમય મર્યાદા એક વર્ષની હોવાથી આઠ મહિના 24 દિવસ વીતી જવા છતાં હજુ સુધી ભરતી બાબતે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.
100 માર્ક્સની પરીક્ષામાં 93 લાવનારની ભરતી થઈ નથી!
ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટની ભરતીમાં ઉમેદવારોની લેવાતી 100 માર્ક્સની પરીક્ષામાં 93 લાવનારની પણ હજુ સુધી ભરતીમાં પીજીવીસીએલ દ્વારા સમાવેશ કરવામાં આવ્યો નથી. વર્ષ 2023માં જગ્યાઓ હજુ સુધી કેમ બહાર પાડવામાં આવી નથી? જે શંકા ઉપજાવે છે. વધુમાં કોંગ્રેસના રોહિતસિંહ રાજપૂતે તેમજ જીત સોનીએ આક્ષેપ કર્યો હતો કે તંત્ર પાછલા બારણેથી ભ્રસ્ટ નીતિ અપનાવી સીધી ભરતી કરવા માંગે છે. કોઈપણ સરકારી વિભાગની ભરતી બહાર પડે તે પહેલા જ જે તે પોસ્ટની જગ્યાઓ કેટલી ખાલી છે તેની જાહેરાત કરે છે પરંતુ આજ સુધી આવી કોઈ જાણકારી ઉમેદવારોને પીજીવીસીએલ તરફથી આપવામાં ન આવતા શંકા પ્રવર્તી રહી છે.