રાજકોટમાં બે દિ’માં ૬ વોર્ડમાં પાણીકાપ
લીકેજ લાઈનના રિપેરિંગને કારણે વોર્ડ નં.૧૧-૧૨માં કાલે, ૭,૧૪,૧૭ અને ૧૮માં શનિવારે પાણી નહીં મળે
ભાદર ડેમથી રીબડા ફિલ્ટર પ્લાન્ટ સુધીની પાઈપ લાઈન ઘણી જૂની હોવાથી ઠેર-ઠેર લીકેજને કારણે રિપેરિંગ કરવું જરૂણી હોવાથી બે દિવસ માટે ૬ વોર્ડમાં પાણીકાપ રહેશે તેવી જાહેરાત મહાપાલિકા દ્વારા કરવામાં આવી છે. આવતીકાલે બે વોર્ડ અને શનિવારે ચાર વોર્ડમાં પાણી વિતરણ બંધ રહેશષ.
આવતીકાલે વોર્ડ નં.૧૧ (પાર્ટ) જેમાં અંબિકા ટાઉનશિપ અને વોર્ડ નં.૧૨ (પાર્ટ) જેમાં વાવડી ગામ, વિશ્વકર્મા સોસાયટી, મહમ્મદી બાગ, શક્તિનગર, રસુલપરા, બરકાતીનગર સહિતના વિસ્તારો આવે છે ત્યાં પાણી મળશે નહીં.
આ જ રીતે શનિવારે વોર્ડ નં.૭ (પાર્ટ) જેમાં ભક્તિનગર પ્લોટ, વિજય પ્લોટ, ગોંડલ રોડ, વોર્ડ નં.૧૪ (પાર્ટ) જેમાં વાણીયાવાડી, ગાયત્રીનગર, ગોપાલનગર, વોર્ડ નં.૧૭ (પાર્ટ) જેમાં નારાયણનગર ભાગ ૧-૨, નારાયણનગર મફતીયુ, ઢેબર કોલોની, વોર્ડ નં.૧૮ (પાર્ટ) જેમાં ખોડિયારનગર, હિંગળાજનગર, હરિદ્વાર-૧, ગુલાબનગર, સોમનાથ ઈન્ડસ્ટ્રીઝ, ઈશ્વર પાર્ક સહિતના વિસ્તારો સમાવિષ્ટ ત્યાં પાણી વિતરણ કરવામાં આવશે નહીં.