ટીંગાડી જુઓ હવે ગમે ત્યાં બોર્ડ ! ‘તોતિંગ’ ટેક્સ વસૂલાશે
‘વોઈસ ઓફ ડે' ઈમ્પેક્ટ:
ધારદાર’ કાર્યવાહી કરવા મ્યુ.કમિશનરનો આદેશઅત્યાર સુધી દબાણ હટાવ શાખા પ્રતિ બોર્ડદીઠ ૧,૦૦૦નો દંડ વસૂલતી'તી, હવે એકનું એક બોર્ડ વારંવાર મળશે એટલે સીધી ટેક્સ શાખા ત્રાટકશે
મંજૂરી વગર લગાડેલા બોર્ડ-બેનરમાંથી બિલ્ડર સહિતના નંબરો મેળવી નોટિસ ફટકારવાનું શરૂ: બે મહિનામાં ૨,૦૦૦થી વધુ બોર્ડ જપ્ત કરી ૨.૭૬ લાખનો દંડ
રાજકોટના વિવિધ રાજમાર્ગો ઉપર રહેલા ડિવાઈડર, થાંભલા સહિતમાં જગ્યા મળે એટલે પોતાની કંપની-બ્રાન્ડનું પ્રમોશન કરતા બોર્ડ-બેનરને તંત્રની મંજૂરી લીધા વગર જ ટીંગાડી દેનારા તત્ત્વોની હરકત અંગે
વોઈસ ઓફ ડે’ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરાતાં જ મનપા એક્શનમાં આવી ગઈ છે અને આવા લોકો તોતિંગ' ટેક્સ વસૂલવા માટેની તૈયારી શરૂ કરી દીધી છે.
મ્યુ.કમિશનર આનંદ પટેલ દ્વારા દબાણ હટાવ શાખાને આ પ્રકારના બોર્ડ-બેનર તાત્કાલિક જપ્ત કરી લઈ દંડ ફટકારવાનો આદેશ અપાતાં જ બે મહિનાની અંદર અલગ-અલગ વિસ્તારોમાંથી ૨,૦૦૦થી વધુ બોર્ડ-બેનર જપ્ત કરી ૨.૭૬ લાખનો દંડ વસૂલ કર્યો હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. બીજી બાજુ આ પ્રકારની કાર્યવાહીની કોઈ અસર થતી ન હોવાનું ધ્યાન પર આવતાં જ હવે બોર્ડ-બેનરમાં રહેલા બિલ્ડર ઉપરાંત અલગ-અલગ કંપનીના જવાબદારોના નંબરના આધારે સરનામું મેળવવામાં આવી રહ્યું છે અને તેને શોધીને દંડ વસૂલાઈ રહ્યો છે. આ સાથે જ નોટિસ પણ ફટકારવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે મ્યુ.કમિશનર દ્વારા વારંવાર તંત્રના આદેશની અવગણના કરતા લોકોના નામ અલગ તારવીને તેનો
હવાલો’ ટેક્સ બ્રાન્ચને આપવા હુકમ કર્યો છે.
આ અંગે દબાણ હટાવ શાખાના કેપ્ટન બારીયાએ `વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે તા.૨૧થી ૨૭ ફેબ્રુ. દરમિયાન કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, રેલનગર, ૧૫૦ ફૂટ રિંગરોડ, યુનિવર્સિટી રોડ સહિતના વિસ્તારોમાંથી બોર્ડ-બેર જપ્ત કરી ૬૦,૦૦૦ની પેનલ્ટી લગાવવામાં આવી છે. મનપા અત્યારે પ્રત્યેક બોર્ડ દીઠ ૧૦૦૦નો દંડ વસૂલી રહી છે ત્યારે આગામી સમયમાં હવે આ મુદ્દે ટેક્સ બ્રાન્ચ કાર્યવાહી કરશે તેવો હુકમ મ્યુ.કમિશનરે કર્યો છે.