રૂપાણીના નામે ક્ષત્રિયોને ઉશ્કેરતી ન્યૂઝ પ્લેટ રાજકોટમાં તૈયાર થઈ તી કે બીજે ક્યાંય ?
વિજય રૂપાણીના નામે એબીપી અસ્મિતાની ન્યૂઝ પ્લેટમાં લખાણ ફરતું થયું તું, ન્યુઝ
ચેનલે આ મેસેજ બનાવટી હોવાની પુષ્ટિ કરતા પોલીસ કમિશનરને અરજી અપાઇ
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને બદનામ કરવા કાવતરુ ઘડી તેમના નામે કાલ્પનિક અને ખોટા નિવેદનો ઉભા કરી બનાવટી ન્યુઝ પ્લેટ ખોટી ઉભી કરી અને સોશ્યલ મીડિયામાં વાયરલ કરનાર સામે કાર્યવાહી કરવા માટે રાજકોટ પોલીસ કમિશનર સમક્ષ લેખીત ફરિયાદ કરવામાં આવી હતી અને આ ફરિયાદની તપાસ સાયબર ક્રાઇમને સોપવામાં આવી છે.જ્યારે આ પ્લેટ રાજકોટ કે અન્ય કોઈ જગ્યાએથી વાયરલ કરવામાં આવી છે કે કેમ ? તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.
માહિતી મુજબ થોડા દિવસોથી વિજયભાઇ રૂપાણીના નામે અમુક ચોક્કસ રાજકીય તેમજ સામાજિક હિતશત્રુઓ દ્વારા ખોટા અને કાલ્પનિક નિવેદનો ઉભા કરી એબીપી અસ્મિતા ન્યુઝ ચેલનું બનાવટી અને ખોટી ન્યુઝ પ્લેટ ઉભી કરી અને તે કાલ્પનિક નિવેદનો બનાવટી ન્યુઝ પ્લેટમાં એડીટ કરી અને સોશ્યલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા છે.
ત્યારે આવું નિવેદન આજદિન સુધી તેઓ દ્વારા કરવામાં આવ્યું જ નથી તેવું જણાવતા વિજયભાઇએ પોલીસ કમિશનર પાસે ફરિયાદ કરી હતી. જેમાં તેઓના નામે આવા ખોટા નિવેદનો ઉભા કરી ખોટી બનાવટી ન્યુઝ પ્લેટમાં આ કાલ્પનિક નિવેદન એડીટ કરી અને વાયરલ કરવાવાળા વ્યકિતઓ વિરુધ્ધ ફોજદારી ફરિયાદ નોંધી અને તાત્કાલીક કાયદાકિય કાર્યવાહી હાથ ધરવા અનુરોધ કરવામાં કયો હતો.
વિજયભાઇએ તેઓની ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, સ્વયંમ એબીપી અસ્મિતા ન્યુઝ ચેનલ કે જેનું બનાવટી અને ખોટું ન્યુઝ પ્લેટ ઉભી કરવામાં આવ્યું હતું તે ન્યુઝ ચેનલે પણ તેઓની ચેનલના માધ્યમથી સ્પષ્ટતા કરેલ હતી કે આવી કોઇ ન્યુઝ પ્લેટ ચેનલ દ્વારા બનાવવામાં આવી નથી જ નથી અને ન્યુઝ પ્લેટમાં જણાવેલ નિવેદન તથ્ય વિહોણું છે.
સમાજમાં ભાગલા પાડવા, તેઓની દાયકાઓ જુની નિષ્કલંક કારકિર્દીને હાની પહોંચાડવા અને ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવા આવી ખોટી ન્યુઝ પ્લેટ ઉભી કરવામાં આવી છે અને જે વ્યકિતઓએ આ હિન કૃત્ય કરેલ છે તેઓ વિરુધ્ધ તાત્કાલીક કાર્યવાહી કરી આ ફેક ન્યુઝ અટકાવવામાં આવે તે અનિવાર્ય છે.
સર્વસ્વિકૃત પ્રતિષ્ઠાને હાની પહોંચાડવા અમુક અસામાજિક તત્વો તેમના નામે કોની પાસેથી મત લેવાં એ એમને શીખવાડવું નહીં, ક્ષત્રિય કે કોળીના મતની જરૂર નથી અમારે.. વિજય રૂપાણી આવા બનાવટી અને કાલ્પનિક ખોટા નિવેદનો ઉભા કરી અને ન્યુઝ ચેનલનું બનાવટી અને ખોટ નામનો ઉપયોગ કરી વાયરલ કર્યું હતું.
જેથી આવા આરોપીઓ સામે કાયદાકિય પગલા હાથ ધરવા પોલીસ કમિશનરને વિજયભાઇ વતી એડવોકેટ અંશભાઇ ભારદ્વાજ દ્વારા અરજી કરાઈ હતી.
મામલાની તપાસ સાયબર ક્રાઇમને આપતા કમિશનર
જ્યારે આ મામલે વોઇસ ઓફ ડે સાથેની ટેલિફોનિક વાતચીતમાં પોલીસ કમિશનર રાજૂ ભાર્ગવ દ્વારા જાણવામાં આવ્યું હતું કે,અરજી આપતાની સાથે જ તપાસ સાયબર ક્રાઇમને આપવામાં આવી છે. અને આ કૃત્ય પાછળ જે પણ હશે તેના સામે કડક કાર્યવાહી કરવા માટેની સૂચના આપવામાં આવી છે અને આ બનાવટી પ્લેટ રાજકોટ કે બીજે કયાંયથી વાયરલ કરવામાં આવી છે કે,કેમ હાલ તે દિશામાં તપાસ ચલાવવામાં આવી રહી છે.