મનપામાં પહેલી વખત ફાયર સ્ટેશનની કામગીરી વોર્ડવાઈઝ
અગ્નિકાંડ બાદ વર્ષોથી ચાલી આવતી પરંપરા બદલવાનું શરૂ: વોર્ડ નં.૧થી ૧૮ માટે ફાયર સ્ટેશનની વહેંચણી: એનઓસી સહિતની કામગીરી પણ વોર્ડવાઈઝ કરાશે
ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ બાદ મહાપાલિકા તંત્રની કામગીરીમાં આમૂલ પરિવર્તન કરવામાં આવી રહ્યું છે. થોડા સમય પહેલાં ટીપી શાખાનું વિકેન્દ્રીકરણ (ઝોનવાઈઝ કામગીરી) કરાયા બાદ હવે ફાયર સ્ટેશનની કામગીરી પણ વોર્ડવાઈઝ કરવાનો નિર્ણય મ્યુનિ.કમિશનર દ્વારા લેવામાં આવ્યો છે. એકંદરે વર્ષોથી ચાલી આવતી કામગીરીની પરંપરા બદલવાનું શરૂ કરીને વોર્ડ નં.૧૮ માટે ફાયર સ્ટેશનની વહેંચણી કરી દેવામાં આવી છે અને હવે ટૂંક સમયમાં જ એનઓસી સહિતની કામગીરી પણ વોર્ડવાઈઝ કરવામાં આવે તેવી શક્યતા છે. વોર્ડવાઈઝ ફાયર સ્ટેશન દ્વારા કુદરતિ આપત્તિ, હોનારત, આગ લાગવા સહિતના બનાવોમાં ચીફ ફાયર ઓફિસરની સુચના મુજબ કામગીરી કરવામાં આવશે.
કયા ફાયર સ્ટેશનમાં કયા વોર્ડની કામગીરી થશે
કનક રોડ ફાયર સ્ટેશન વોર્ડ નં,૭,૧૪
કાલાવડ રોડ ફાયર સ્ટેશન વોર્ડ નં.૮,૧૦,૧૧
બેડીપરા ફાયર સ્ટેશન વોર્ડ નં.૫,૬,૧૫
મવડી ફાયર સ્ટેશન વોર્ડ નં.૧૨,૧૩
રામાપીર ફાયર સ્ટેશન વોર્ડ નં.૧,૯
કોઠારિયા ફાયર સ્ટેશન વોર્ડ નં.૧૬,૧૭,૧૮
રેલનગર ફાયર સ્ટેશન વોર્ડ નં.૨,૩
ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર વોર્ડ નં.૪