બી.એ.ડાંગર કોલેજના મામલામાં પ્રજાના અવાજની જીત
વિદ્યાર્થીઓને કોઇ પ્રશ્નો હોય તો `વોઇસ ઓફ ડે’ને ૯૦૭૫૨ ૮૮૮૮૮ ઉપર જણાવી શકે છે
જે કાંઇ કરવું પડે એ કરીને અન્યાય દૂર કરવાની ખાતરી આપતા કોલેજના ચેરમેન જનકભાઇ મેતા
જ્યા ખોટુ થતુ હોય અથવા કોઈને અન્યાય થતો હોય તેવી બાબતોને ઉજાગર કરીને પ્રજા સમક્ષ મુકવાની નીતિને અનુસરીને વોઈસ ઓફ ડેએ હમણા જામનગર રોડ ઉપર આવેલી બી.એ.ડાગર કોલેજ-હોસ્પિટલમા ચાલતી કેટલીક ગેરરીતિ સામે અવાજ ઉઠાવ્યો હતો. વોઈસ ઓફ ડેની આ ઝુબેશને તબીબી અને શિક્ષણ ક્ષેત્રમાથી ઘણો આવકાર મળ્યો હતો અને પ્રસશા પણ થઇ હતી. પ્રજાના જ એક ચોક્કસ વર્ગમાથી મળેલી માહિતી અને પુરાવાના આધારે આ અહેવાલો પ્રસિદ્ધ કરવામા આવ્યા હતા. પુરતી તપાસ કર્યા બાદ વોઈસ ઓફ ડેએ સચોટ પુરાવા સાથે શ્રેણીબધ્ધ અહેવાલ રજૂ કરીને તત્રવાહકોની આખ પણ ઉઘાડી હતી અને મામલો છેક હોમિયોપેથીક કાઉન્સિલના ચેરમેન સુધી પહોચ્યો હતો.
આજે બી.એ.ડાગર કોલેજના ચેરમેન જનકભાઈ મેતા વોઈસ ઓફ ડેની મુલાકાતે આવ્યા હતા અને કેટલીક બાબતોનો સ્વીકાર કર્યો હતો. તેમણે એ વાતનો પણ સ્વીકાર કર્યો હતો કે આવડી સસ્થા ચલાવવામા ઘણી મુશ્કેલી પડતી હોય છે અને કેટલીક બાબતોમા કડકાઈ પણ રાખવી પડતી હોય છે. એ સાચુ છે કે અત્યારે અમારી પાસે તબીબો ઓછા છે પણ તેમની નિમણુકની કાર્યવાહી પણ શરુ કરી છે.
જનકભાઈ મેતાએ એવી પણ ખાતરી આપી છે કે, કોઈને ફરિયાદ હોય તો મેનેજમેન્ટનુ ધ્યાન દોરી શકે છે અને મેનેજમેન્ટ ચોક્કસપણે તેમના પ્રશ્નોનો ઉકેલ લાવશે. વોઈસ ઓફ ડે આજે પણ કહે છે કે, જો કોઈ વિદ્યાર્થી કે અન્યોને અન્યાય થયો હોય કે ભવિષ્યમા પણ કોઈ અન્યાય થાય તો તો અમને મોબાઈલ નબર ૯૦૭૫૨ ૮૮૮૮૮ ઉપર જાણ કરશે તો અમે આ બાબતે કોલેજના મેનેજમેન્ટનુ ધ્યાન દોરીને તેનો ઉકેલ લાવવાના પ્રયાસો કરશુ. વોઈસ ઓફ ડે માત્ર એટલુ જ કહે છે કે આ પ્રકારની ઝુબેશમા જીત તો અતે પ્રજાના અવાજની જ થતી હોય છે અને આ મામલામા પણ પ્રજાના અવાજના પડઘા જ પડ્યા છે. આજે જ નહી પણ ભવિષ્યમા પણ વોઈસ ઓફ ડે પ્રજાના અવાજનુ માધ્યમ બનીને કોઈ પણ વિભાગના પ્રશ્નો ઉઠાવશે અને તત્રનો કાન આમળશે.