વેજાગામ, સોખડા, માલિયાસણ, મનહરપુર, રોણકી, વાજડીગઢનો આવશે જમાનો’
રૂડા’એ પાંચ ટાઉન પ્લાનિંગ સ્કીમનો ઈરાદો કર્યો જાહેર: કાંગશીયાળી નેશનલ હાઈ-વેથી ગામના ગેઈટ સુધીનો રસ્તો ૪૫ મીટર કરાશે
આવાસ યોજનામાં ફ્લેટ લાગ્યા બાદ દસ્તાવેજ નહીં કરાવનારાની ફાળવણી થશે રદ્દ
કોઈ પણ શહેરનો વિકાસ કરવો હોય તો તેના માટે ટાઉન પ્લાનિંગ અત્યંત મહત્ત્વનું પરિબળ ગણાતું હોય હવે રાજકોટની ભાગોળે આવેલા વિસ્તારોની કાયાપલટ કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (રૂડા)ની હદમાં આવતાં વેજાગામ, સોખડા, માલિયાસણ અને વાજડીગઢ ગામમાં પાંચ ટાઉન પ્લાનિંગ સ્કીમનો ઈરાદો બોર્ડ બેઠકમાં જાહેર કરવામાં આવતાં ટૂંક સમયમાં જ આ દિશામાં કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે.
રૂડા' ચેરમેન ડી.પી.દેસાઈના વડપણ હેઠળ મળેલી ૧૭૪મી બોર્ડ બેઠકમાં વેજાગામ-વાજડીગઢ ટીપી સ્કીમ નં.૮૦, વેજાગામ ટીપી સ્કીમ નં.૮૧, વેજાગામ ટીપી સ્કીમ નં.૮૨ બનાવવાનો ઈરાદો જાહેર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સોખડા-માલિયાસણ ટીપી સ્કીમ નં.૪૧ અને મનહરપુર-રોણકીની ટીપી સ્કીમ નં.૩૮/૨ કે જે તૈયાર થઈ ચૂકી છે તેને સરકારમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત
રૂડા’ની વિકાસ યોજના અંતર્ગત બ્લુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર' માટે ક્નસલ્ટન્ટની નિમણૂક કરવા મંજૂરી અપાઈ હતી.
ખાસ કરીને
રૂડા’ હસ્તકના કાંગશિયાળી ગામે નેશનલ હાઈ-વે૨૭ (ખોડિયાર હોટેલ)થી કાંગશિયાળી ગામના ગેઈટ તરફ ૪૫ મીટર ડીપી રસ્તાના કામને પણ મંજૂરી અપાઈ હતી તો `રૂડા’ના પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત અલગ-અલગ આવાસ યોજનામાં ફાળવાયેલા આવાસના લાભાર્થીઓ કે જેમના દ્વારા આવાસના દસ્તાવેજ કરાવવામાં આવી રહ્યા ન હોય આવા આવાસની ફાળવણી રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, રિજિયોનલ કમિશનર ઑફ મ્યુનિસિપાલિટી મહેશ જાની, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, રૂડાના સીઈએ જી.વી.મીયાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.