રેલનગર અંડરબ્રિજ આજથી વાહનોની અવર-જવર માટે બંધ, સીપીનું જાહેરનામું
બે માસ સુધી અથવા કામગીરી પૂર્ણ ન થાય ત્યાં રસ્તો ડાયવર્ટ કરાયો
રાજકોટ શહેર ખાતે આવેલ રેલનગર અંડરબ્રિજ ખાતે પ્રેશર ગ્રાઉટીંગ કરી નવું સી.સી. કરવાના કામ માટે આ અંડરબ્રિજમાં બોટમ સ્લેબની રિપેરીંગની કામગીરી કરવાની હોય, જેથી આ કામગીરી દરમિયાન રેલનગર અંડરબ્રિજથી પસાર થતા તમામ પ્રકારના વાહનોની અવર-જવર આજથી બંધ કરવાનું જાહેરનામું પોલીસ કમિશ્નર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. આગામી બે માસ સુધી (કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી) રેલનગર અંડરબ્રિજ ખાતેથી પસાર થતા તમામ પ્રકારના વાહનોની અવર-જવર બંધ રહેશે અને રેલનગર મેઈનરોડ થી રેલનગર અંડરબ્રિજ થઇ જામનગર રોડ સુધીનો રસ્તો બંધ કરી વાહનોની અવર-જવર માટે રસ્તો ડાયવર્ટ કરવામાં આવ્યા છે. જેમાં રેલનગર મેઈનરોડ થી રેલનગર અંડરબ્રિજ થઇ જામનગર રોડ તરફ જવા માંગતા તમામ પ્રકારના વાહનો રેલનગર મેઇન રોડ – પોપટપરા મેઇન રોડ – પોપટપરાના નાલામા થઇ રેલ્વે સ્ટેશન મેઈન રોડ – થી અવર-જવર કરી શકશે તેમજ જામનગર રોડ સાંઢીયા પુલ થી રેલનગર તરફ જવા માંગતા તમામ પ્રકારના વાહનો જામનગર રોડ માધાપર ચોકડી થઇ મોરબી બાયપાસ મેસુર ભગત ચોક થઇ સંતોષીનગર મેઇન રોડથી રેલનગર તરફ અવર-જવર કરી શકશે.