ડાંગર કોલેજમાં ‘મહા ગોટાળા’ મુદ્દે VC-રજિસ્ટ્રારનો ‘ગોળગોળ’ જવાબ
ઈન્ચાર્જ' તરીકે કુલપતિ-રજિસ્ટ્રારની ખુરશીશોભાવતા’ બન્ને પદાધિકારીઓમાં કોલેજનો સીતમ સહન કરનારા વિદ્યાર્થીઓનેન્યાય' અપાવવાની હિંમત જ નથી ? બન્નેનોબાલીશ’ જવાબ વિદ્યાર્થીઓ સાથે અન્યાય, કોલેજ-હોસ્પિટલના સંચાલકોને મોકળું મેદાન આપી રહ્યો છે

- મને કાર્યવાહીના નીતિ-નિયમો જ ખબર નથી: કુલપતિ નિલામ્બરીબેન દવે: અમને ફરિયાદ મળશે તો કાર્યવાહી કરશું: રજિસ્ટ્રાર પરમાર
હું તો હજુ નવી-નવી કુલપતિ તરીકે આવી છું, બધું સમજી લઈશ એટલે નોટિસ ફટકારવા, તપાસ કમિટીની રચના કરવા સહિતની કાર્યવાહી કરીશ તેવો ઈન્ચાર્જ કુલપતિનો બચાવ: રજિસ્ટ્રાર પરમારને તો વિદ્યાર્થીઓ પીલાય' તેમાં જ રસ હોય તેવી રીતે કોલેજને બચાવવાની ભૂમિકામાં વૉઈસ ઑફ ડે, રાજકોટ જામનગર રોડ ઉપર આવેલી બી.એ.ડાંગર હોમિયોપેથી કોલેજ-હોસ્પિટલમાં કાયદેસર કરતાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વધુ થઈ રહી હોવાનો પર્દાફાશવૉઈસ ઑફ ડે’ દ્વારા કરવામાં આવતાં જ કાગળ' પર જ બધું કામ કરવા માટે ટેવાયેલા જવાબદારો દોડતાં થઈ ગયા છે. બીજી બાજુ આટઆટલી ફરિયાદો હોવા છતાં ભેદી રીતે મૌન સેવીને બેસી ગયેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જવાબદાર અધિકારીઓનું મોઢું ખોલાવવામાં આવ્યું હતું જેમાંથી રીતસરનાબાલીશ’ શબ્દો જ નીકળતાં વિદ્યાર્થીઓમાં હળાહળ રોષ વ્યાપી જવા પામ્યો છે.
વૉઈસ ઑફ ડે' દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિ નિલામ્બરીબેન દવેનો આ અંગે સંપર્ક સાધવામાં આવતાં તેમણે એવો જવાબ આપીને હાથ ખંખેરવાનો પ્રયાસ કર્યો હતો કે મને હજુ સુધી યુનિ. સાથે જોડાયેલી કોઈ કોલેજ સામે કેવી રીતે કાર્યવાહી કરવી તેના નીતિ-નિયમોની ખબર જ નથી ! મને કુલપતિનો ચાર્જ મળ્યાને થોડા દિવસો જ થયા હોવાથી હું તો હજુ નવી જ છું. આ મામલે કોલેજના કોઈ વિદ્યાર્થી દ્વારા નામજોગ ફરિયાદ કરવામાં આવે તો અમે તપાસ કરવા સહિતની કાર્યવાહી કરી શકીએ. જો મને થોડો સમય મળશે તો હું નીતિ-નિયમોની સમજણ મેળવીને જરૂર કાર્યવાહી કરીશ. હવે અહીં હાસ્યાસ્પદ વાત એ છે કે યુનિવર્સિટીના કુલપતિની ખુરશીશોભાવતા’ પદાધિકારીને જ નીતિ-નિયમોની ખબર જ ન હોય તો પછી અહીં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનું શું થઈ રહ્યું છે તે સમજવું જ રહ્યું…!!
આ ઉપરાંત વૉઈસ ઑફ ડે' દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈન્ચાર્જ રજિસ્ટ્રાર પરમારનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે તો અત્યંત આશ્ચર્યજનક જવાબ આપવાનું પસંદ કર્યું હતું કે જો અમને વિદ્યાર્થી લેખિતમાં ફરિયાદ આપશે તો જ અમે કાર્યવાહી કરી શકીએ કેમ કે અમારી પણ અમુક મર્યાદા હોય છે. અમે અમારી રીતે બધી કાર્યવાહી કરી શકતા નથી. અમે વર્ષમાં એક જ વખત કોલેજનું ઈન્સ્પેક્શન કરીએ છીએ. આ વર્ષમાં પણ ડાંગર કોલેજનું ઈન્સ્પેક્શન થયું છે ત્યારે બધું વ્યવસ્થિત હોવાનું ધ્યાન પર આવ્યું હોવાનો પાંગળો બચાવ તેમણે કર્યો હતો. અત્રે મહત્ત્વપૂર્ણ વાત એ છે કે ઈન્ચાર્જ તરીકેની ખુરશીશોભાવતા’ બન્ને પદાધિકારીને જાણે કે વિદ્યાર્થીઓ બી.એ.ડાંગર કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પીલાય' અને કોલેજ-હોસ્પિટલના સંચાલકો મન ફાવે તે પ્રકારે ગેરરીતિ આચરી શકે તેવી વ્યવસ્થા કરવામાં જ માનતા હોવાનું બન્નેના જવાબ પરથી સ્પષ્ટ લાગી રહ્યું છે. એકંદરે બન્ને પદાધિકારીઓ જાણે કે કોલેજને કેવી રીતે બચાવવી તેનીગોઠવણ’ કરવામાં માનતા હોય તેવું પણ બની શકે છે !!
- …તો યુનિવર્સિટીના
બેજવાબદારો'ને કરાશે ઘેરાવ: કોંગ્રેસ મેદાને
ભાજપ નેતાની કોલેજ હોવાથી કાર્યવાહી કરવામાંઘૂમટો’ તણાઈ રહ્યાનો આક્ષેપ: આટઆટલી ગેરરીતિઓનો વૉઈસ ઑફ ડે'એ પર્દાફાશ કર્યો પરંતુ સૌ.યુનિ.નાબેજવાબદારો’ના ધ્યાને ન આવી…ગજબ કહેવાય !
બી.એ.ડાંગર કોલેજમાં એક નહીં બલ્કે અનેક ગેરરીતિઓનો પર્દાફાશ વૉઈસ ઑફ ડે' દ્વારા કરવામાં આવી રહ્યો છે છતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાબેજવાબદાર’ અધિકારીઓના પેટનું પાણી હલી રહ્યું ન હોવાને કારણે હવે કોંગ્રેસે આ મામલે ઝંપલાવીને અધિકારીઓનો ઘેરાવ કરવાનું એલાન કર્યું છે. વિદ્યાર્થી નેતા અને ઝોનલ પ્રવક્તા (ગુજરાત કોંગ્રેસ) રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું કે વૉઈસ ઑફ ડે' દ્વારા પ્રસિદ્ધ કરાયેલા અહેવાલોમાં એવો ખુલાસો થયો છે કે બી.એ.ડાંગર મેડિકલ-પેરામેડિકલ કોલેજમાં રીતસરની લાલીયાવાડી ચાલી રહી છે. વિદ્યાર્થીઓની ઓછી હાજરી હોય તો તેની પાસેથી પૈસા લેવા ઉપરાંત પરીક્ષા ફોર્મ ભરવાના નામે પૈસા પડાવવામાં આવતા હોય તે શિક્ષણજગત માટે ખૂબ જ ગંભીર અને શરમજનક બાબત છે. ભવિષ્યમાં સમાજમાં જે ડૉક્ટર સેવા પ્રદાન કરવાનો છે તેમને જો કોલેજમાં જ સુવ્યવસ્થિત શૈક્ષણિક કાર્ય મળતું ન હોય જેમ કે લેબોરેટરી રેગ્યુલર ના ચાલે, કોઈ ઈન્ટર્નશિપ પ્રેક્ટિસ ના થતી હોય, લાયકાત વગરના પ્રોફેસરો અભ્યાસ કરાવતા હોય તો સમાજ વચ્ચે આવનારા આવા ડૉક્ટર અંધાધૂંધી જ ફેલાવશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. આટલું ઓછું હોય તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની લોકલ ઈન્સ્પેક્શન કમિટી (એલઆઈસી) દર વર્ષે કોલેજોમાં તપાસ કરવા જતી હોય ત્યારે તેમના રિપોર્ટમાં બી.એ.ડાંગર કોલેજની ગેરરીતિ સામે ન આવી તે નવાઈની બાબત છે ! આવી અનેક હોમિયોપેથિક અને નર્સિંગ કોલેજ જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયેલી છે ત્યાં આવી લાલીયાવાડી ચાલે જ છે. કાઉન્સીલ અને યુજીસીની ગાઈડલાઈન પ્રમાણે એક પણ કોલેજ ચાલતી નથી અને સત્તાધીશો મુકપ્રેક્ષક બનીને સમાજમાંમુન્નાભાઈ’ જેવા ડૉક્ટરો અને પેરામેડિકલ સ્ટાફને ડિગ્રીઓ આપવા મથી રહ્યા છે જે હળાહળ પાપ ગણાશે. જો યુનિવર્સિટી સંલગ્ન કોલેજ હોય તો સત્તાધીશોની ફરજ છે કે આ બાબતે ગંભીરતા દાખવી તાકિદે તપાસ કરી કડક કાર્યવાહી કરવી જોઈએ અન્યથા આ બાબતે કોંગ્રેસના વિદ્યાર્થી કાર્યકરોની ટીમ દ્વારા યુનિવર્સિટીના જવાબદાર સત્તાધીશોનો ઘેરાવ કરવામાં આવશે.
નેશનલ કાઉન્સીલ ફોર હોમિયોપેથીક'ના પ્રમુખનીવૉઈસ ઑફ ડે’ સાથે વાતચીત
- ઈન્સ્પેક્શનનો રિપોર્ટ ટૂંક સમયમાં જાહેર કરાશે
- સરપ્રાઈઝ ચેકિંગમાં અનેક પ્રકારના ગોટાળા પકડાયાની વહેતી થયેલી વાત…!
તાજેતરમાં જ નેશનલ હોમિયોપેથીક કાઉન્સીલ (એનસીએચ) દ્વારા બી.એ.ડાંગર કોલેજમાં સરપ્રાઈઝ ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. કોલેજ-હોસ્પિટલમાં ચાલતી ગેરરીતિઓ અંગેની ફરિયાદ થયા બાદ આ ચેકિંગ આવ્યું હતું અને સળંગ ૧૨-૧૨ કલાક સુધી તપાસ પ્રક્રિયા ચાલી હતી ત્યારે ચેકિંગના રિપોર્ટ અંગે એનસીએચના પ્રેસિડેન્ટ જનાર્દન નાયરનો સંપર્ક કરવામાં આવતાં તેમણે `વૉઈસ ઑફ ડે’ને જણાવ્યું હતું કે હાલ રિપોર્ટ તૈયાર થઈ રહ્યો છે જેને ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. જાણવા તો એવું પણ મળ્યું છે કે રિપોર્ટમાં અનેક ગેરરીતિઓ પકડાઈ છે એટલા માટે સીલ પણ લાગી જાય તો નવાઈ પામવા જેવું નહીં રહે !!
