ગાંધી જયંતીથી જામનગર-અમદાવાદ વચ્ચે વંદેભારત ટ્રેન દોડશે
રાજકોટથી સવારે ૬:૩૫ આવશે,સાબરમતી સવારે ૧૦:૧૦ કલાકે પહોચશે
મંગળવાર સિવાય સપ્તાહમાં ૬ દિવસ ટ્રેન દોડાવવાનો નિર્ણય
અમદાવાદ સુધી આવતી પટના, પ્રયાગરાજ, કોલકતા, નાગપુર અને કોલ્હાપુર સહિત 6 એક્સપ્રેસ ટ્રેનોને અમદાવાદના બદલે રાજકોટ સુધી લંબાવવામાં આવ્યા બાદ હવે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના મુસાફરો માટે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. આગામી દિવસોમાં જામનગર થી અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો છે. અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેનને હવે સૌરાષ્ટ્ર સુધી લંબાવવાની માંગ કરવામાં આવી હતી જોકે તે અંગે હજુ કોઈ નિર્યણ લેવાયો નથી ત્યારે હાલ મુંબઈ સુધી નહી પરંતુ જામનગર થી અમદાવાદ અથવા સાબરમતી વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ચલાવવાનો નિર્યણ લેવામાં આવ્યો છે.ટ્રેન શરુ થાય તે પહેલા સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં ટ્રાયલ રન કરવામાં આવશે જો ટ્રાયલ રન સફળ થશે તો ગાંધી જયંતીના દિવસથી જામગનર – અમદાવાદ વચ્ચે આ ટ્રેન સપ્તાહમાં છ દિવસ દોડશે. મંગળવારને બાદ કરતા સપ્તાહમાં અન્ય છ દિવસ વંદે ભારત એક્સપ્રેસ શરુ થશે. વંદે ભારત ટ્રેન જામનગર થી સવારે 5:30 વાગે ઉપડશે અને રાજકોટ સવારે ૬:૩૦ આવશે અને ૬:૩૫ ઉપડશે આ ટ્રેન વાંકાનેર ,સુરેન્દ્રનગર વિરમગામ સ્ટોપ કરી સાબરમતી સવારે 10:10 કલાકે પહોંચશે આ ટ્રેનથી ચાર થી સાડા ચાર કલાકમાં જ અમદાવાદ પહોંચી જવાશે જયારે વંદેભારત ટ્રેન સાબરમતી અથવા અમદવાદ થી સાંજે 5:૫૫ મીનીટે ઉપડશે અને રાત્રિના 10:35 કલાકે જામનગર પહોંચશે આ ટ્રેનમાં કુલ આઠ કોચ જોડવામાં આવશે.