માસૂમ ઉપર ઘાત, એક જ દિવસમાં ત્રણ માસૂમ બાળકોના અકાળે મોત
જંગળેશ્વમાં 13 વર્ષના તરુણનો આપઘાત,નદીમાં ડૂબી જવાથી અને શ્વાસ ચડવાથી બે બાળકોના મોત
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા વખતથી બાળકોના અકાળે મોતની ઘટના વધી રહી છે. રાજકોટમાં એક જ દિવસમાં બનેલી આવી ત્રણ ઘટનામાં ત્રણ માસૂમની જિંદગીનો અકાળે અંત આવ્યો છે. જંગલેશ્વરમાં 13 વર્ષના છાત્રએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો જ્યારે ઢોલરામાંનદીમાં ડૂબી જવાથી પાંચ વર્ષના બાળકનું મોત થયું હતુંઉપરાંત હડાળાના10 વર્ષના છાત્રનું શ્વાસ ચડયા બાદ મોત થયું હતું છે. અન્ય બે બનાવોમાં બે વર્ષના એક બાળકને વિજકરંટલાગ્યો હતો જ્યારે એક બાળક પાણીની કુંડીમાં પડી જતાં બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
પ્રથમ બનાવમાં જંગલેશ્વર અંકુર સોસાયટી-૮માં રહેતો અને અજલીસ્કૂલમાં ધોરણ-૮માં અભ્યાસ કરતો નવાઝ અકબરભાઇ કઇડા (ઉ.વ.૧૩)એ કોઈ કારણસર ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. નવાઝપરિવારનો એકનો એક પુત્ર હતો રક્ષાબંધન પૂર્વે બનેલા બનાવથી બહેન રૂબીનામાતા નસીમબેન તથા પિતા અનવરભાઇશોકમગ્ન બની ગયા હતા.બીજા બનાવમાં લોધીકાના ઢોલરામાં કાનાભાઇની વાડીમાં રહી મજૂરી કરતાંપરપ્રાંતિય પરિવારના રમેશભાઇ સંગોડનો પાંચ વર્ષનો પુત્ર ટકો અને 4 વર્ષનો કલમ વાડી નજીક નદીએ રમવા ગયા ત્યારે ટકાનો પગ લપસી જતાં અંદર પડી જતાં ડૂબીગયો હતોઅને તેનું મોત થયું હતું.
ત્રીજા બનાવમાં મોરબી રોડ પર હડાળામાં અર્પિત કોલેજની પાછળ જીવનધારાસોસાયટીમાં રહેતો પરિવારનો એકનો એક 10 વર્ષનો પુત્ર પ્રિન્સ ચેતનભાઇ મારૂને શ્વાસ ચડતાં સિવિલમાં ખસેડાયો હતોસારવાર કારગત નહિ નિવડતા તેનું મોત થયું હતું એક લૌતા પુત્રના મોતથી પરિવાર માં ગમગીની વ્યાપી ગઇ હતી. અન્ય બનાવોમાં ચોગોંડલ નજીક મોવૈયા ગામે સિમેન્ટ કારખાના પાસે રહેતો ઇશાન મહાવીરભાઇ (ઉ.૩) પાણીની કુંડીમાં પડી ગયો હતો જયારે ગોંડલના બાંદરા ગામનીસીમમાં અરવિંદભાઇની વાડીએ રહેતાં દિલીપભાઇ શીંગાળનો પુત્ર આકાશ (ઉ.૨) રમતોહતો ત્યારે ઇલેક્ટ્રીક શોક લાગતાં બંને રાજકોટ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ માં ખસેડાયા છે.
