આસોમાં અષાઢી માહોલ : સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ
રાજકોટ, દ્વારકા, ભુજ સહિત અનેક જિલ્લાઓમાં મેઘો મંડાયો: ઘરે બેસી લોકોએ રવિવારની રજા માણી, પાક નિષ્ફળ જવાની ખેડૂતોની ભીતિ
આસો મહિને અષાઢી માહોલ છવાયો હોય તેમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજકોટમાં રવિવારે બપોર બાદ ગાજવીજ સાથે મેઘરાજા ફરીથી આવી પહોંચ્યા હતા. દ્વારકા, ભુજ, લખપત, નખત્રાણા સહિત અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ રમઝટ બોલાવતા ખેડૂતોમાં ચિતાની લાગણી પ્રસરી ગઈ છે. નવરાત્રીમાં વરસાદ પડશે તેવી હવામાન ખાતાની આગાહી હતી. જોકે અંતિમ તબક્કામાં અષાઢી માહોલ છવાયો છે. સૌરાષ્ટ્ર ઉપરાંત સુરતમાં પણ ભારે વરસાદ વરસ્યો છે.
રવિવારે વરસાદ વરસતા શહેરના રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા.
રાજકોટ શહેર ઉપરાંત જિલ્લામાં રવિવારે બપોરે ગાજવીજ સાથે ધોધમાર જાગતો આવ્યો હતો ત્યારે કમોસમી વરસાદના પગલે ખેડૂતો ચિતામાં મુકાયા છે કે મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ન જાય.