યુનિ. રોડ પર `લેસાંગે ગ્રીલ’માંથી ચિકન મસાલાનો નમૂનો લેતી મનપા
કોઠારિયા રોડ પર શિવશક્તિ ગૃહ ઉદ્યોગમાંથી મોતીચૂર લાડુ અને રૈયા રોડ પર બાલાજી ફરસાણમાંથી તીખા ગાંઠીયાનું સેમ્પલ લેવાયું
મહાપાલિકાની ફૂડ શાખા દ્વારા યુનિવર્સિટી રોડ પર મેરીટ કોમ્પલેક્સના પ્રથમ માળે આવેલા `લેસાંગે ગ્રીલ’માંથી ચિકન મસાલા (તૈયાર શાક)નો નમૂનો લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત કોઠારિયા રોડ ઉપર ન્યુ સૂર્યોદય સોસાયટી શેરી નં.૫માં આવેલા શિવશક્તિ ગૃહ ઉદ્યોગમાંથી મોતીચૂર લાડુ (લૂઝ), રૈયા રોડ પર આલાપ ગ્રીન સિટી પાસે બાલાજી ફરસાણ એન્ડ સ્વીટમાંથી તીખા ગાંઠિયા (લૂઝ)નું સેમ્પલ લઈ તેના પરિક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું છે.
આ ઉપરાંત ફૂડ શાખા દ્વારા પારેવડી ચોક તેમજ કૂવાડવા રોડ વિસ્તારમાં આવેલા નટરાજ પાન, જોકર ગાંઠિયા, રાધે નાસ્તા હાઉસ, લકઝરીયસ કોલ્ડ્રીંક્સ, અમૃત ડેરી, ગાયત્રી મદ્રાસ કાફે, ધીરજ ફરસાણ, હરીઓમ દાળ પકવાન, ચામુંડા સ્વીટ એન્ડ ફરસાણ, ડાયમંડ શીંગ એન્ડ ફરસાણ, ખોડિયાર ફરસાણ માર્ટ, મહાલક્ષ્મી ડેરીફાર્મ, ભેરૂનાથ આઈસ્ક્રીમ એન્ડ ગોલા, ઢોસા હાઉસ, એસ.એસ.ફૂડ મોલ, જોધપુરી નમકીન, શિવશક્તિ રેસ્ટોરન્ટ, શક્તિ વિજય રેસ્ટોરન્ટ, પટેલ વિહાર પરોઠા હાઉસ, કનૈયા રેસ્ટોરન્ટ, અંબિકા રેસ્ટોરન્ટ, ન્યુ સોરઠિયા રેસ્ટોરન્ટ અને સ્વાદ રસથાળ સહિતના ૨૬ ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાંથી આઠ વેપારીઓ પાસે લાયસન્સ ન હોવાનું જણાતાં તેમને નોટિસ ફટકારવામાં આવી હતી.