ટંકારા પાસે અકસ્માતમાં કાકા-ભત્રીજાના મોત
સગાઈ પ્રસંગે ટંકારા જતાં કાકા-ભત્રીજાને સ્કૉર્પિયો ચાલકે ઠોકરે ચડાવ્યા
ધ્રોલ-ટંકારા વચ્ચે બંગાવડી નજીક સ્કૉર્પિયો અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક સવાર કાકા અને ભત્રીજાનું મોત નિપજ્યું હતું. સગાઈમાં જતા સમયે કાકા અને ભત્રીજાને અકસ્માત નડ્યો હતો. અકસ્માત બાદ કાર ચાલક ઘટનાં સ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માત સર્જાતા સ્થાનિકો મોટી સંખ્યમાં એકઠા થયા હતા. આ મામલે સ્કૉર્પિયો ચાલક સામે ગુનો નોંધાયો હતો.
જોડિયાના ભાદરા ગામે રહેતા નાગજીભાઇ ટપુભાઇ પરમાર (ઉવ.૪૭) અને તેમનો ભત્રીજો પરસોતમભાઇ ઉગાભાઇ પરમાર પોતાનું મોટર સાઇકલ નંબર જીજે 10-ડીએફ-3827લઈ કુટુંબી સગા જે ટંકારા રહેતા હોય તેઓના ઘરે સગાઈ પ્રસંગમા હાજરી આપવા ભાદરા થી ટંકારા જવા નીકળેલ હતા અને મોટરસઈકલ નાગજીભાઈ ચલાવતા હતા બંગાવડી પાસે આવેલ રામદેવ હોટલ પાસે રોડઉપર સ્કોર્પીયો કાર રજી.નં. જીજે-36-એસી-2360 વાળી ના ચાલકે પોતાના હવાલા વાળી સ્કોર્પીયો કાર પુર ઝડપે અને ગફલ ત ભરી રીતે ચલાવી કાકા-ભત્રીજાને હડફેટે લેતા બન્ને બાઇક ઉપરથી ફંગોળાઈ નીચે પટકાયા હતા અને બન્નેના કરૂણ મોત થયા હતા. અકસ્માત બાદ સ્કોર્પીયોપલ્ટી ખાઈ ગઈ હતી અને ચાલક કાર રેઢી મૂકી ફરાર થઈ ગયો હતો.
પોલીસ આવી જતા જરૂરી કાગળો ની કાર્યવાહી કરી બન્ને લાશનુ પી.એમ કરાવવા સારૂ મોરબી સરકારી દવાખાને લઈ ગયેલ હતા. બનાવ સ્થળે લોકોના ટોળા ભેગા થયા હતા. સ્કોર્પીયો ગાડીમા ચાર માણસો બેસેલ હતા અને જેમા આર.સી.બુક મળતા આ ગાડી ના માલીક તરીકેમોરબીના સીરાજ અમીરઅલી પોપટીયાનુ હોવાનુ જાણવા મળેલ છે. આ બનાવ અંગે સુરેશ નાગજી પરમારે ફરિયાદ નોંધાવી છે.