રાજકોટમાં અસહ્ય તાપ અને બફારો : 42 ડિગ્રી તાપમાન
સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો, ધૂળની ડમરીઓ ઉડી
રાજકોટ : રાજકોટમાં દિવસે-દિવસે તાપમાનનો પારો ઉંચે ચડી રહ્યો છે જેમાં આજે અસહ્ય બફારા સાથે આકરો તડકો પડતા મહત્તમ તાપમાનનો પારો ગઈકાલથી 0.5 ડિગ્રી વધીને 42 ડિગ્રી સ્થિર થતા લોકો આકરા બફારા વચ્ચે રીતસર પરસેવે રેબઝેબ થઇ ગયા હતા.
હવામાન વિભાગે પ્રિમોન્સુન એક્ટિવિટી સાથે વરસાદની આગાહી કરી છે તેવા સમયે જ સોમવારે રાજકોટમાં સુરજદાદાએ આકરો મિજાજ બતાવી તાપ વરસાવતા બપોરના સમયે ભેજના વધારા સાથે લોકો પરસેવે રેબઝેબ થઇ અકળાઈ ઉઠે તેવી ગરમીનો અહેસાસ કર્યો હતો, જો કે, સાંજના સમયે રાજકોટમાં અચાનક વાતાવરણમાં બદલાવ સાથે પવનની આંધી ઉઠતા ચોતરફ ધૂળની ડમરી ઉડી હતી.
