રાજકોટની બે શાળાઓને નોટિસ ફટકારતા જ રૂ.2.80 લાખનો વેરો ચુકવ્યો
વાલીઓ પાસે ફટાફટ ફી ઉઘરાવતી શાળાઓને વેરો ભરવો ગમતો નથી
બસસ્ટેન્ડ, કેનાલ રોડ,જયરાજ પ્લોટ અને ગુંદાવાડી સહિતના વિસ્તારમાં 30 મિલ્કત સીલ : મનપાને 35.46 લાખની આવક
રાજકોટ મહાનગર પાલિકા દ્વારા બાકી મિલકતવેરો વસુલવતા હાથ ધરવામાં આવેલ ઝુંબેશ અંતર્ગત મંગળવારે બપોર સુધીમાં
૩૦ મિલ્કતો સીલ કરી ૧૧- મિલ્કતોને ટાંચ જપ્તીની નોટીસ આપવાની સાથે ૩ મિલ્કતોના નળ કનેક્શન કાપી નાખવામાં આવતા એક જ દિવસમાં રૂા. ૩૫.૪૬ લાખની આવક થઇ હતી, મંગળવારની ઝુંબેશ દરમિયાન લાંબા સમયથી વેરો નહીં ભરતી બે શાળાઓ પણ ઝપટે ચડી હતી અને નોટિસ આપવામાં આવતા જ શાળાઓ દ્વારા બાકી નીકળતો રૂ.2.80 લાખનો બાકી વેરો ભરપાઈ કરવામાં આવ્યો હતો.
કોર્પોરેશનની ટીમોએ મંગળવારે વોર્ડ નં-૧માં ગાંધીગ્રામમાં શ્યામનગર શેરી નં-૬ માં “હેતધારા” ને નોટીસ ફટકારતા રૂ.૭૯,૯૭૦, નાણાવટી ચોકમાં સતાધાર પાર્કમાં શેરી નં-૫માં ૧-યુનિટની નોટીસ સામે રૂ.૫૦,૦૦ રિકવરી કરી હતી તેમજ જાસલ કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં ફોર્થ ફ્લોર પર શોપ નં -૩૨૬,૪૧૦ ૨-યુનિટને સીલ મારેલ હતા. જયારે વોર્ડ નં-૨માં માધાપર ૧૫૦ ફીટ રીંગરોડ બી.આર.ટી.એસ બસ સ્ટેન્ડની બાજુમાં આવેલ ઓમ શ્રેયકર વિદ્યાલયને નોટીસ ફટકારતા જ તુરત રૂ.૨.૦૦ લાખ ભરપાઈ કરવામાં આવ્યા હતા એ જ રીતે સામાકાંઠા વિસ્તારમાં સદગુરુ રણછોડનગર કો ઓપરેટીવ નજીક “શ્રી મેહુલ વિદ્યાલય” ને નોટીસ ફટકારતા રૂ.૮૦,૦૦૦ની રિકવરી થઇ હતી.
વોર્ડ નં-૪માં ભગવતીપરા માં સુખસાગર હોલ પાછળ સમન્વય હાઈટ્સ ગોલ્ડ-૮ માં ૩-યુનિટના નળ કનેક્શન કપાત સામે રિકવરી રૂ.૧.૧૮ લાખ કરવામાં આવી હતી તેમજ વોર્ડ નં-૫માં કુવાડવા રોડ પર પટેલનગરમાં ૧-યુનીટ સામે સીલ ની કાર્યવાહી કરતા રૂ.૫૦,૦૦૦ની રિકવરી થઇ હતી તેમજ રણછોડનગર કો ઓપરેટીવ નજીક હોટેલ ધ ફામ & કિષ્ના કિસાન જ્વેલર્સને નોટીસ સામે રૂ.૩.૪૦ લાખની રિકવરી થઇ હતી. જયારે વોર્ડ નં-૭માં ઢેબર રોડ પર એસ.ટી બસ સ્ટેન્ડમાં થર્ડ ફ્લોર ઓફીસ નં-૯,૧૦,૧૧,૧૨,૧૩,૧૪,૧૫,૧૭,૧૮,૨૦,૨૧,૨૨,૫૭ મળી કુલ-૧૩ યુનીટને સીલ મારી દેવાયા હતા.
આ ઉપરાંત વોર્ડ નં-૧૦માં કાલાવડ રોડ પર પરિમલ સ્કુલ સામે તુલસી અપાર્ટમેન્ટમાં, રૈયા ચોક નજીક વેસ્ટ ગેટના ગ્રાઉન્ડ ફ્લોર પર શોપ નં-૨૩,૨૪ સામે સીલની કાર્યવાહી કરવામાં આવતા રિકવરી થઇ હતી જયારે વોર્ડ નં-૧૩માં મવડી વિસ્તારમાં ગોકુલનગર-૧ માં ૨-યુનિટની નોટીસ સામે રિકવરી રૂ.૨.૨૦ લાખ.થઇ હતી અને અંબાજી કાવડા પ્લોટ મેઈન રોડ પર કલ્પવૃક્ષ અપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-૫ ને નોટીસ સામે રિકવરી કરતા PDC ચેક આપેલન હતો. તેમજ વોર્ડ નં-૧૪માં બાપુનગરમાં વાલારમાની વાડી નજીક એફ.એન.એફ બિલ્ડીંગમાં ૧-યુનિટની નોટીસ સામે રિકવરી કરતા PDC ચેક લઈ કેનાલ મેઈન રોડ પર પદ્મકુંવરબ હોસ્પિટલ સામે કર્મભુમિ કોમ્પ્લેક્ષમાં શોપ નં-૨૦૨ ને સીલ મારેલ હતું તેમજ જયરાજ પ્લોટમાં શ્રીનાથજી અપાર્ટમેન્ટમાં ફર્સ્ટ ફ્લોર શોપ નં-૩ ને સીલ કરી ગુંદાવાડી કેનાલ રોડ પર ૫-યુનીટને સીલ મારેલ હન્તા.
કોર્પોરેશન દ્વારા વોર્ડ નં-૧૫માં આજી ઉદ્યોગનગરમાં, વોર્ડ નં-૧૬ સોરઠીયાવાડી મફતીયાપરામાં, વોર્ડ નં-૧૮માં કોઠારીયા રિદ્ધિ સિદ્ધિ સોસા રોડ સ્વાતી હાઈટ્સ સામે રાધે ઈન્ડ એરિયામાં વેરાવસુલાતની કાર્યવાહી કરવામાં આવતા લખો રૂપિયાની આવક થઇ હતી એકંદરે મંગળવારે મનપાએ ૩૦ મિલ્કતોને સીલ કરી ૧૧- મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ આપવાની સાથે ૩ નળ કનેક્શન કપાત કરતા એક જ દિવસમાં ૩૫.૪૬ લાખ રીકવરી કરવામાં આવી હતી. આજ દિન સુધીમાં કોર્પોરેશનને ટેક્સની રૂ. ૩૨૦.૨૫ કરોડની આવક થઇ હોવાનું સત્તાવાર રીતે જાહેર કરાયું હતું.