રાજકોટમાં ૧૧ મોબાઈલની ચીલ ઝડપ કરનાર બે શખ્સો પકડાયા
રસ્તે ચાલીને જતાં રાહદારીના મોબાઈલ ઝુંટવી ફરાર થઈ જતાં
રાજકોટમાં અલગ અલગ વિસ્તારોમાં ૧૧ જેટલા મોબાઈલ ફોનની ચીલ ઝડપ કરનાર બે શખ્સોને ક્રાઇમ બ્રાંચની ટીમે ઝડપી લઈ રૂ. ૮૭૫૦૦ના ૧૧ મોબાઇલ ફોન કબ્જે કર્યા છે.
ગોકુલધામ આવાસ ક્વાર્ટરમાં રહેતા ફરદીન ઉર્ફ ફદીન ઉર્ફ ચીંગી ફિરોઝભાઇ સુમરા અને પુનિતનગર પાણીના ટાંકા સામે વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા અલ્ફાઝ ઉર્ફ અલ્તાફ હાસમમિંયા કાદરીની પોલીસ ધરપકડ કરી હતી પૂછપરછમાં બંને શખ્સોએ ૧૧ જેટલા મોબાઈલ ફોનની ચીલ ઝડપ કરી હોવાની કબૂલાત આપી હતી. જેમાં અઠવાડીયા પહેલા રાતે એકાદ વાગ્યે જ્યોતિનગર ચોકમાં ચાલીને જઇ રહેલા વ્યક્તિનો મોબાઇલ, ભીલવાસના રસ્તે, ગોંડલ રોડ ચોકડી પાસે, લોઠડા ગામમાં અને શાપરમાં મળી ફોનની ચીલઝડપના પાંચ ગુના પોલીસ ચોપડે નોંધાયા હતા. આ ગુનાઓનો ભેદ ઉકેલાઈ ગયો હતો. ફરદીન ઉર્ફ ફદીન અગાઉ પ્ર.નગર, તાલુકામાં ચીલઝડપના ત્રણ ગુનામાં અને અલ્ફાઝ ઉર્ફ અલ્તાફ અગાઉ દારૂના બે ગુનામાં ડીસીબી, ભક્તિનગરમાં અગાઉ પકડાયો હતો.
ક્રાઇમ બ્રાંચના પીઆઇ વાય. બી. જાડેજાની ટીમના પીએસઆઇ કે. ડી. પટેલ, એએસઆઇ ઘનશ્યામભાઇ મેણીયા, હેડકોન્સ. રણજીતસિંહ, કિરતસિંહ, સંજયભાઇ, વિજયરાજસિંહ, મયુરભાઇ, સંજયભાઇ, કુલદિપસિંહ, પ્રદિપસિંહે કામગીરી કરી હતી.