રાજકોટમાં વધુ બે વ્યક્તિના હાર્ટ એટેકથી મોત
ત્રણ દિવસમાં ચાર લોકોએ હદય રોગના હુમલાથીજિંદગી ગુમાવી
રાજકોટમાં દિવાળીના તહેવાર ઉપર હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે છેલ્લા બે દિવસમાં ત્રણ વ્યક્તિના હદય રોગના હુમલાથી મોત થયાની ઘટના બાદ એક જ દિવસમાં રાજકોટમાં પ્રોફેસર અનેકેન્સરગ્રસ્ત આધેડનું હદયરોગના હુમલાથી મોત થયું હતું.
રાજકોટમાં નાગેશ્વરવિસ્તારમાં આવેલા સત્યમ શિવમ સુંદરમ એપાર્ટમેન્ટમાં રહેતા અને કચ્છમાંઆવેલી નવોદિત વિદ્યાલયમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતાઅને દિવાળીના વેકેશનમાં રાજકોટ આવેલ મિતેશ બાબુલાલ ચૌહાણ(ઉવ44) રાતે પોતાના ઘરે હતા ત્યારે હુમલો આવતા બેભાન થઈ જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરતું તેમનું સારવાર મળે તે પૂર્વે જ મોત થયું હતું. મૃતક મિતેશ ચૌહાણ ત્રણ ભાઈમાં વચેટ હતો અને તેને સંતાનમાં એકપુત્ર અને એક પુત્રી છે.
બીજા બનાવમાં રાજકોટની ભાગોળેઆવેલા કાંગશીયાળી ગામે ટોયટા શોરૂમ પાછળ આવેલી એટલાન્ટિક હાઇટ્સમાં રહેતાકેતનભાઇ મોહનભાઈ હિંગળાજીયા (ઉવ51)ને હાર્ટ એટેક આવતા બેભાન હાલતતેમનું મોત થયું હતું. ફરજ પરના તબીબે કેતનભાઇહિંગળાજિયાનું હૃદય રોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાહેર કરતાંપરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.મૃતકકેતનભાઇ હિંગળાજીયાને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. કેતનભાઈહિંગળાજીયા કેન્સરની બીમારીમાં સપડાયા હતા.