રાજકોટમાં વધુ બે લોકોના હાર્ટ ફેઇલ
રાજકોટમાં દિન પ્રતિદિન હાર્ટ એટેકના બનાવો વધવા પામ્યા છે.ત્યારે વધુ બે લોકોના હ્રદય રોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.પ્રથમ બનાવમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે કસ્તુરી કેટર-2 માં સી-203માં રહેતા અશ્વિનભાઈ ઠાકરશીભાઈ સિણોજીયા નામના 53 વર્ષીય પ્રૌઢ ગઇકાલે સવારના સમયે ઘરે બેઠા હતા.ત્યારે તેઓ બેભાન થઈ ઢળી પડ્યા હતા.જેથી સારવાર માટે તેમણે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.અહી ફરજ પરના તબીબોએ તપાસી મૃત જાહેર કર્યા હતા.અને હાર્ટ એટેક આવ્યાનો તબીબોએ અભિપ્રાય આપ્યો હતો.બીજા બનાવમાં થોરાળા મેઇન રોડ પર રહેતા મહેશભાઈ પોપટભાઈ ગોહેલ નામના 53 વર્ષીય પ્રૌઢ રાત્રિના સૂતા બાદ સાવરે બેભાન જણાતા પરિવારે 108 મારફત સિવિલ પર ખસેડયા હતા.અને તબીબોએ તેમને તપાસ મૃત જાહેર કરી હાર્ટ એટેક આવ્યાનું જણાવ્યું હતું.