એસબીઆઈનું એટીએમ બદલાવી રૂ.૯૫૦૦ ઉપાડી લેનાર બે શખ્સો 1 વર્ષ બાદ પકડાયા
છેતરપિંડી કરનાર બે શખ્સોને ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ એ.એસ.ગરચર અને ટીમે ઝડપી લીધા
રાજકોટના હોસ્પિટલ ચોકમાં આવેલ એસબીઆઈના એટીએમમાં રૂપિયા ઉપાડવા આવેલ શ્રમિકનું એટીએમ કાર્ડ બદલાવી છેતરપીંડીના બનાવના એક વર્ષ અને ત્રણ માસ બાદ બે બિહારી શખ્સોની ક્રાઇમ બ્રાન્ચની ટીમે ધરપકડ કરી છે. બનાવ વખતે પોલીસે માત્ર અરજી લીધી હોય હવે ભેદ ઉકેલાયા બાદ પોલીસે ગુનો નોંધ્યો હતો.
ગઈ તા-૧૩/૦૬/૨૦૨૨ ના રોજ બપોરના એકાદ વાગ્યાના અરસામા બનેલા બનાવમાં રૂખડીયા પરાના રહેતા જગદીશભાઇ ભુપતભાઇ મકવાણા પત્નીનું એસ.બી.આઇ. બેંકના ખાતાનું એ.ટી.એમ કાર્ડ લઇને પૈસા ઉપાડવા માટે રાજકોટ સીવીલ હોસ્પીટલની સામે આવેલ એસ.બી.આઇ. બેંકના ઇ-કોર્નર વાળા એ.ટી.એમ.માં ગયેલ હતો. તેઓને એ.ટી.એમ. મશીનમાથી પૈસા ઉપાડતાં આવડતુ ન હોય જેથી બાજુમા ઉભેલ એક અજાણ્યાં શખ્સને એ.ટી.એમ. રૂપિયા ઉપાડી આપવાનુ કહેતા તેમને એટીએમ તેમને આપેલ હતુ. અજાણ્યાં શખ્સે પાસવર્ડ નાખ્યા બાદ કહેલ કે, એ.ટી.એમ. મશીનમાં પૈસા નથી તમે બીજા એ.ટી.એમ. મશીનમાંથી પૈસા ઉપાડી લ્યો તેમ કહીં એ.ટી.એમ. કાર્ડ પરત આપી દીધેલ હતુ. બાદમા અન્ય એટીએમમાં જઈ પૈસા ઉપાડવાનો પ્રયત્ન કરવા છતા મારા એ.ટી.એમ. કાર્ડથી રૂપીયા ઉપડેલ ન હતાં અને તપાસ કરતાં અજાણ્યો શખ્સ એટીએમ કાર્ડ બદલાવી નાસી છૂટ્યો હતો અને બાદમાં તેમના ખાતા માંથી રૂ.9500 ઉપડી ગયાનો મેસેજ આવતાં આ બાબતે એ-ડીવીઝન પોલીસમાં અરજી હતી.
આ બનાવમાં સંડોવાયેલ બે શખ્સોને ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ એ.એસ.ગરચર અને તેમની ટીમના રાઈટર નિલેશભાઈ ડામોર ઉપરાંત દિપકભાઈ ચૌહાણ,એભલભાઈ બરાલીયા,મહેશભાઈ ચાવડા, હરપાલસિંહ જાડેજાએ કામગીરી કતી હતી.