દારૂના બે દરોડા,303 બોટલ સાથે એક ઝડપાયો
રાજકોટ-અમદાવદ હાઇ-વે પર બે સ્થળે દરોડા
જન્માષ્ટમીના તહેવાર ઉપર બુટલેગરો સક્રિય થતાં આવા બુટલેગરો ઉપરપોલીસ ધોસબોલાવી રહી છે. એલસીબી ઝોન ૧ ટીમઅને એરપોર્ટ પોલીસની ટીમે દરોડા પાડી વિદેશી દારૂની 303 બોટલ સાથે એકની ધરપકડ કરી હતી.
કુવાડવા રોડ રાજકોટ-અમદાવદ હાઇ-વે પર કનૈયા ફાર્મ પાસેથી ઝોન-1ની ટીમના પીએસઆઇ બી.વી.બોરીસાગર અને તેમની ટીમના વિજેન્દ્રસિંહ તથા ધર્મરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ જીતુભા ઝાલા તથા રવીરાજભાઇ પટગીર તથા સત્યજીતસિંહ જાડેજા તથા દીવ્યરાજસિંહ જાડેજાએ અંગ્રેજી દારૂના જથ્થા સાથે ઇમરાન સિદીકભાઇ નવીવાલા (ઉં.વ.૩૮ રહે, ચુનીલાલ મડીયા ચોક, ધોરાજી તા.ધોરાજી જિ.રાજકોટ)ને પકડી ૧ લીટરની બોટલો નંગ-૪૨ કીમત રૂ. ૨૫,૨૦૦, તેમજ ૭૫૦ એમ.એલની બોટલો નંગ ૫૯ કીમત રૂ. ૨૯,૫૦૦, મળી કુલ રૂ. ૬૮,૩૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.એરપોર્ટ પોલીસની ટીમે બેડલા ગામે ભરત પરસોત્તમભાઇ સોરાણીના કબ્જા ભોગવટાની વાડીમાંથી ઇગ્લીંશ દારૂની બોટલો નંગ-૧૯૨ કિ.રૂ.૭૬૮૦૦ની કબ્જે કરી છે.