મુંબઈમાં રનવે મેન્ટેનન્સની કામગીરીને લઈ રાજકોટની બે ફલાઇટ કેન્સલ
ગુરુવારે સાંજે આવતી એરઇન્ડિયા અને ઇન્ડિગોની ફ્લાઈટ રદ,અગાઉથી જાણ હોવાથી પેસેન્જરોને મુશ્કેલી ટળી
મુંબઈમાં રન વેની મેન્ટેનન્સ કામગીરી ચાલી રહી હોવાથી મુંબઈથી રાજકોટની બંને ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી હતી. મુંબઈના રન વે ગુરુવારે બપોર બાદ બંધ રાખવામાં આવ્યો હતો આથી આ દિવસની મુંબઈથી સાંજે આવતી રાજકોટ માટેની ઈન્ડિગો અને એરઇન્ડિયાની બંને ફ્લાઈટ કેન્સલ કરવા માં આવી હતી. અગાઉથી પેસેન્જરને જાણ કરી દેવાય હતી.