લાતીપ્લોટમાં ૫૦ હજારનો દારૂ ભરેલ મહીન્દ્રા પીકઅપ સાથે બે પકડાયા
શહેરના લાતીપ્લોટમાંથી એલસીબી ઝોન-૧ ટીમે દારૂ ભરેલ મહીન્દ્રા પીકઅપ સાથે બે શખ્સોને ઝડપી લઇ રૂા. ૧,૭૭,૪૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. એલસીબી ઝોન-૧ના કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા, રવિરાજભાઇ પટગીર અને જીતુભા ઝાલાને મળેલી બાતમીના આધારે કુવાડવા રોડ લાતીપ્લોટ-૭માંથી જીજે૦૩બીડબલ્યુ-૫૯૦૩ નંબરનું પીકઅપ વાહનને અટકાવી તલાશી લેતા એક લીટરની રૂા. ૧૪૪૦૦ની ૨૪ બોટલો, અન્ય બ્રાંડની એક લીટરની ૨૧૬૦૦ની ૩૬ બોટલો તથા ૧૮૦ એમએલના ચપલા રૂા. ૧૪૪૦૦ના ૧૪૪ નંગ તેમજ રૂા. ૭ હજારનો મોબાઇલ અને વાહન મળી કુલ રૂ.1.૭૭ લાખનો મુદ્દમાલ કબજે કરી જયેશ વલ્લભભાઇ બારૈયા તથા બલભદ્રસિંહ વનરાજસિંહ રાણાની ધરપકડ કરી આ બંને દારૂ ક્યાંથી લાવ્યા? કોને આપવાનો હતો? તેની પુછપરછ કરી છે.
