નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે તુષાર સુમેરા : ડી.પી.દેસાઈની બદલી
રાજ્ય સરકારે રાજકોટના મ્યુનિસિપલ કમિશનર ડી.પી. દેસાઈની બદલી કરીને તેમને ઔડાનાં સી.ઈ.ઓ.તરીકે ફરીથી મુક્યા છે જયારે રાજકોટમાં તેમના સ્થાને ભરૂચના કલેકટર તુષાર સુમેરાને નિમણુંક આપવામાં આવી છે.
ડી.પી. દેસાઈને ઔડા ઉપરાંત ગુડાનો વધારાનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો છે.
રાજકોટના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે મૂકાયેલા તુષાર દલપતભાઈ સુમેરા હાલમાં ભરૂચના કલેકટર તરીકે ફરજ બજાવે છે અને હવે તેઓ એક -બે દિવસમાં રાજકોટ ચાર્જ સંભાળશે. તેમના સ્થાને ભરૂચના કલેકટર તરીકે ગૌરાંગ મકવાણાને મુકવામાં આવ્યા છે.