કોટેચા ચોકની ટ્રાફિક સમસ્યા : સર્વે-સૂચન ઘણા થયા, ઠોસ કાર્યવાહી ક્યારે?
`વોઇસ ઓફ ડે’ તેમજ સ્ટેન્ડિંગ- પ્લાનિંગ કમિટી ચેરમેન સહિતનાએ સર્કલ નાનું કરવા ઉપરાંત મસમોટી જગ્યા રોકીને
ખડકી દેવાયેલા ફ્લેમિંગોના સ્ટેચ્યુને હટાવવાનું સુચન કર્યું છતાં કોઈ જ કાર્યવાહી કેમ નહીં?
સુરતની એજન્સીનો સર્વે પણ પૂરો થઈ ગયો છે છતાં સર્કલને નાનું કરવા ઉપરાંત એક રસ્તાને વન-વે જાહેર
કરવાની તસ્દી લઇ મનપાના એકેય અધિકારી-પદાધિકારીને કેમ સૂઝતું નથી? `પીડા’ સાથે લોકોનો એક જ પોકાર
કોટેચા ચોકની ટ્રાફિક સમસ્યાને લઈને વાહનચાલકો પણ ત્રાસી ઉઠયા છે ત્યારે કોટેચા ચોકમા આવેલુ સર્કલ નાનું કરવા માટે અગાઉ સૂચન- સર્વે થયા હોવા છતા ફ્લેમિગોના સ્ટેચ્યુને હટાવવાની કામગીરી કરવામા આવી નથી. મનપા દ્વારા જો આ સર્કલ નાનું કરવામા આવે તેમજ આ ચોકમાંથી નીકળતા ૬ રસ્તામાંથી જો કોઈ એક રસ્તાને વન-વે જાહેર કરવામા આવે તો લોકોને ટ્રાફિકની આ પીડામાંથી રાહત મળી શકે છે.
શહેરની ટ્રાફિક સમસ્યા એ હદે વધી છે કે પિક અવર્સના સમયમા વાહનચાલકોને શહેરના મુખ્ય રસ્તાઓ પરથી પસાર થવું મુશ્કેલ બની જવાય છે. કાલાવાડ રોડ પર કોટેચા ચોકમા વાહનોના થપ્પા લાગેલા જોવા મળે છે. સાઈડ બધ થતા બે-બે વાર સાઈડ ખૂલે ત્યારે વાહનો નીકળે શકે તેવા દ્રશ્યો જોવા મળે છે. જ્યારે કેકેવી ચોક પાસે આવેલી શાળા અને હોસ્પિટલ હોવાથી અહી વાહનો રોંગ સાઇડમાં નીકળે છે અને ટ્રાફિક સમસ્યા સર્જાય છે. કોટેચા ચોકમા મસમોટી જગ્યા રોકીને ખડકી દેવામા આવેલા ફ્લેમિગો સર્કલને કારણે પણ લોકોને વધુ ફરવું પડે છે. આ માટે આ સર્કલ નાનું કરવા અનેકવાર સૂચન થયા તેમજ સર્કલ નાનું કરવા માટે સર્વે પણ થયો છે તેમ છતા હજુ સુધી કોઈ ઠોસ કાર્યવાહી કરવામા આવી નથી.
આ ચોકમા ટ્રાફિકની ગભીર સમસ્યા ઉભી થાય છે. ટ્રાફિક નિયમન માટે અહી ટ્રાફિક પોલીસ-વોર્ડન તો ફરજ બજાવે જ છે તેમ છતા એટલો ટ્રાફિક થાય છે કે સાઈડ બધ થાય ત્યારે બે-બે વાર સાઈડ ખૂલે તેની રાહ જોવી પડે છે. મહત્વનુ છે કે છ રસ્તા અહી ભેગા થાય છે. ઉપરાત રોડ પણ પહોંચો છે તેમ છતા ટ્રાફિકની સમસ્યા ઠેરની ઠેર છે. કોટેચા ચોકનું સર્કલ નાનું કરવા માટે સુરતની એજન્સીનો સર્વે પણ પૂરો થઇ ગયો હોય તેમ છતા મનપાના એકેય અધિકારી કે પદાધિકારીને લોકોની “પીડા” દૂર કરવાનુ સૂઝતું નથી. ત્યારે શહેરીજનો પણ કોટેચા ચોકમા થતી ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળે તેવો પોકાર કરી રહ્યા છે.
આ ઉપરાત કેકેવી ચોક નજીક પણ આ સ્થિતિ જોવા મળે છે. અહી મહત્વનુ છે કે, કેકેવીથી કોટેચા તરફ આવતા રસ્તા પર સેન્ટમેરી સ્કૂલ અને વોંકહાર્ટ હોસ્પિટલ આવે છે. ત્યારે શાળામાંથી છૂટતા વિદ્યાર્થીઓને લેવા આવતા કેટલાક વાલીઓ અને હોસ્પિટલમાંથી બહાર નીકળતા કેટલાક લોકો રોંગ સાઇડમાંથી કેકેવી તરફ જાય છે. જેના કારણે કેકેવી તરફથી આવતા વાહનચાલકો અને રોંગ સાઇડમાં આવતા કેટલાક વાહનચાલકો સામસામે આવી જાય છે. જ્યારે શાળાથી થોડે દૂર આવેલા કટમાંથી પસાર થવું પડે છે પરતુ નાના-નાના ભૂલકાઓને શાળાએથી લઈને જતા વાલીઓએ પણ કોટેચા ચોક સુધી ફરવાની તસ્દી લેવા પડશે જેથી કોઈવાર અકસ્માતનો ભોગ ન બને.
સર્વે થઇ ચૂક્યો છે, ટૂંક સમયમાં સર્કલ નાનું કરાશે: અશ્વિન પાંભર
કોટેચા ચોકમાં સવાર-બપોર-સાંજ સર્જાઈ રહેલા ટ્રાફિક જામને લઈને વૉર્ડ નં.૮ના કોર્પોરેટર અશ્વિન પાંભરનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે `વૉઈસ ઑફ ડે’ને જણાવ્યું હતું કે સુરતની એજન્સી પાસે કોટેચા ચોકના સર્કલનો સર્વે કરાવવામાં આવ્યો છે જેમાં એવું તારણ નીકળ્યું છે કે સર્કલ નાનું કરવાથી ટ્રાફિક સમસ્યામાં ઘણી રાહત મળી શકે છે. આ રિપોર્ટ આવતાં જ મહાપાલિકા દ્વારા સર્કલને નાનું કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને આ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર સહિતના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ સાથે બેઠક થઈ ચૂકી છે. એકંદરે તેમણે પણ કોટેચા ચોકની ટ્રાફિક સમસ્યા માથાનો દુ:ખાવો બની ગયાની વાતને સમર્થન આપ્યું હતું.