જીએસટી રિટર્ન માટે કાઉન્ટડાઉન અને નવી એડવાઇઝરી જાહેર થતાં વેપારીઓને પરેશાની
રિટર્ન ભરવા માટેની અંતિમ મુદત 31 ડિસેમ્બર છે,હવે 20 દિવસ બાકી:ફરીથી રિટર્ન અપલોડ કરવા પડશે
રાજકોટ જીએસટીના રિટર્ન ભરવાની અંતિમ ઘડીઓ ગણાય રહી છે ત્યારે એડવાઇઝરી જાહેર કરવામાં આવતા વેપારીઓને ફરી હાલાકી પડી છે. જીએસટી કરદાતાના વાર્ષિક રિટર્ન ફાઇલ કરવાની એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે, રિટર્ન ભરવા માટેની અંતિમ મુદત 31 ડિસેમ્બર છે જ્યારે હવે 20 દિવસ બાકી છે ત્યારે એડવાઈઝરી જાહેર કરવામાં આવતા ફરીથી વેપારીઓને રિટર્ન અપલોડ કરવા પડશે.
અંતિમ મુદ્દત હોવાથી કનેક્ટિવિટીમાં પણ પ્રશ્ન હોવાના કારણે મોટાભાગના કરદાતાઓએ અગાઉથી જ રિટર્ન ભરી દીધા હતા હવે વેપારીઓને નવા નિયમની જાણ ન હોવાથી તંત્રની ભૂલની ભોગ વેપારીઓને બનવું પડી રહ્યું છે.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના જણાવ્યા અનુસાર, જીએસટીએ નાણાકીય વર્ષ 2023 24 માટે વાર્ષિક રિટર્નના કોષ્ટકમાં 8 એ, 8સી ના મૂલ્યમાં તફાવત અંગે એક નવી એડવાઈઝરી જાહેર કરી છે. આ નવી એડવાઈઝરીના લીધે વિસંગતતા ઊભી થઈ છે અને વેપારીઓ માટે નવી મુશ્કેલી…..