રાજકોટમાં રખડતા ઠોરનો ત્રાસ…જંગલેશ્વર વિસ્તારમાં 5 વર્ષ ના બાળકને ઢોરે હડફેટે લિધો.. જુઓ વિડિયો
રાજકોટમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે.અને રાખતા ઢોર માત્ર મનપાના ચોપડે જ પકડાયા હોવાનુ સામે આવી રહ્યું છે.
તેમાં આજે જંગલેશ્વર વિસ્તારમાં રહેતા 5 વર્ષના બાળકને બે ગાયે ઢીક મારતા તે ઈજાગ્રસ્ત થયો હતો. આથી બાળકને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. જ્યાં તબીબોએ બાળકના માથાના અને મોઢાના ભાગે ઈજા થઈ હોવાનું જણાવ્યું છે.
વિગતો મુજબ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં રહેતો 5 વર્ષનો માસૂમ આર્યન ગીરીશભાઈ ધામેચા નામનો બાળક ટ્યુશન માંથી છૂટીને ઘર પાસે જતો હતો ત્યારે 2 ગાયે તેને ઢીક મારી હતી. જેથી બાળકને માથા અને મોઢાના ભાગે ઈજા થતાં બાળકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે આ મામલે બાળકની માતા આરતીબેને જણાવ્યું હતું કે, જંગલેશ્વર શેરી નં. 18માં રહીએ છીએ. જ્યાં રખડતા ઢોરનો ત્રાસ ખૂબ જ છે. આજે માસૂમ બાળક ટ્યુશનમાંથી ઘરે આવતો હતો ત્યારે ગાયે ઢીક મારતાં માથા અને મોઢાના ભાગે ઈજા થઈ છે.આ અગાઉ પણ રખડતા ઢોર દ્વારા લોકોને ઈજાગ્રસ્ત કરવામાં આવ્યા છે. અમુકને ગંભીર ઈજા પહોંચાડી છે તો ઘણાના મોત પણ થયા છે. જેથી આ રખડતા ઢોરને પકડી પાડવા લોકો દ્વારા માંગ કરાઇ છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રખડતાં ઢોરને પકડવા માટે ઝૂંબેશ શરૂ કરી છે.રજિસ્ટ્રેશન વિનાના ઢોરને પકડવા માટે ઢોર પકડ પાર્ટી કાર્યરત છે તેમ છતા ઢોરનો ત્રાસ યથાવત છે.અને મનપાએ રખડતા ઢોરને માત્ર તેના ચોપડામાં જ પકડ્યા હોવાનું લાગી રહ્યું છે.