તિરૂમાલાસોસાયટીની પરિણીતાનું પેટના દુખાવા બાદ મોત, તબીબી બેદરકારીનો આક્ષેપ
સારવારમાં દાખલ કરવાને બદલે દવા લખી આપી ઘરે રવાના કરી દેવાયા
આજીડેમ ચોકડી પાસે માંડા ડુંગર નજીક તિરૂમાલાસોસાયટી-૧માં રહેતા શિતલબેન કાનાભાઇ મેટારીયા (ઉ.વ.૨૬) ને પેટમાં દુખાવો ઊપડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડયા બાદ ફરજપરના તબીબોએ સારવાર કરવાને બદલે ઘરે રવાના કરી દીધા બાદ શીતલબેનનું ઘરે મોત થયું હતું આ બનાવમાં તબીબી બેદરકારીનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
આ મામલે આજીડેમ પોલીસ જરૂરી કાર્યવાહી કરી હતી. શિતલબેનના લગ્ન સાત વર્ષ પહેલા થયા હતાં. માવતર ચોટીલાનાતુરખીયા ગામે રહે છે. પતિ કાનાભાઇ મેટારીયા કારનખાનામાં કામ કરેછે. તેને સંતાનમાં એક પાંચવર્ષનો પુત્ર કુલદિપ છે. શીતલબેનને સવારે પાંચેકવાગ્યે પેટમાં ખુબ દુઃખાવો ઉપડતાં સારવાર માટે સિવિલહોસ્પિટલમાં ખસેડાઇ હતી જય સોનોગ્રાફી કરાવવામાં આવી હતી બાદમાં ઓપીડીમાં છઠ્ઠા માળે ફરજ ઉપરના ડોક્ટરે ચોથામાળે ડોક્ટરને બતાવી દેવા જણાવ્યું હોય શિતલબેનને ત્યાં લઈ જતાં રિપોર્ટ અને તબીબી પરીક્ષણ કરી તબીબે સ્હેજ સોજો છે,દવા લખી આપુ છું તેમ કહીદવા લખી ઘરે રવાના કરી દીધા હતા.
ઘરે ગયા બાદ સવારે નવેક વાગ્યે ફરીથી શીતલબેન અર્ધબેભાન થઇ જતાં ફરી સિવિલહોસ્પિટલે લાવ્યા હતાંપરતું સારવાર મળે તે પૂર્વે જ તેનું મોત થયું હોય પતિ કાનાભાઇમેટારીયાએ તબીબી બેદરકારી અને યોગ્ય સારવાર નહિ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. પોલીસે મોતનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.