રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ
અનેક નામોની અટકળો પછી હાઇકમાન્ડે મજબૂત પાટીદાર નેતાને ટીકીટ આપી
ભાજપે અનેક અટકળોને કોરાણે મુકીને રાજકોટની સલામત સીટ ઉપર કેન્દ્રીય કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલાને ચૂંટણી લડાવવાનો નિર્ણય લીધો છે. આજે જાહેર કરવામાં ગુજરાતની ૧૫ બેઠકોની યાદીમાં પુરુષોત્તમ રૂપાલા રાજકોટથી ચૂંટણી લડશે તેવી જાહેરાત કરવામાં આવી છે. પુરુષોત્તમ રૂપાલા ભલે અમરેલીના રહેવાસી છે પરંતુ તેઓ મજબુત પાટીદાર નેતા છે અને તેમને સાંભળવા એક લ્હાવો છે. રાજકોટની બેઠક માટે અનેક નામો ચર્ચામાં હતા અને સેન્સ પ્રક્રિયામાં પણ અડધો ડઝન નામોની દાવેદારી થઇ હતી પરંતુ રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલા લડી શકે છે તેવા અહેવાલો એક થી વધુ વખત ચમકી ગયા હતા અને આજે તે સાચા પણ ઠર્યા છે. પુરુષોત્તમ રૂપાલાને રાજકોટના ઉમેદવાર બનાવાયા છે તેવું જાહેર થતા જ કાર્યકરો આનંદમાં આવી ગયા હતા અને અભિનંદન આપ્યા હતા.
રાજકોટમાં મારી જીતની ગેરંટી: રૂપાલાની `વોઇસ ઓફ ડે’ સાથે ખાસ વાતચીત
રાજકોટ: ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી માટે ગુજરાતની ૯૫ સહિત દેશની ૧૯૫ બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ૧૯૫ બેઠકોમાં રાજકોટની બેઠક પણ સામેલ કરી દેવામાં આવી છે. અહીંથી કેન્દ્રીય મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ આપવામાં આવી છે. આ બેઠક પર બે ટર્મથી મોહનભાઈ કુંડારિયા અનુસંધાન પાના નં.૮ ચૂંટણી લડી રહ્યા હતા અને જીતી પણ રહ્યા હતા.
જો કે આ વખતે તેમના સ્થાને રૂપાલા ચૂંટણીના જંગમાં ઉતરશે. બીજી બાજુ રૂપાલા રાજકોટથી દિલ્હી રવાના થઈ રહ્યા હતા ત્યારે જ તેમના નામની જાહેરાત થતાં ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર જ ભાજપ નેતાઓ-કાર્યકરોએ એકબીજાના મ્હોં મીઠા કરાવી ઉજવણી કરી હતી. આ તકે તેમણે `વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં રાજકોટ બેઠક પરથી પોતાની જીતની ગેરંટી પણ આપી હતી. હવે રૂપાલાની સામે રાજકોટ બેઠક પરથી કોંગ્રેસ કોને ઉતારે છે તે જોવું રસપ્રદ બની રહેશે. બીજી બાજુ રાજકોટ બેઠક પરથી પાંચ લાખ મતની લીડથી જીતવાની દિશામાં ભાજપે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. રૂપાલાને રાજકોટથી વિદાય આપતી વખતે શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મહામંત્રી વીરેન્દ્રસિંહ ઝાલા, મનીષ ભટ્ટ સહિતના નેતાઓ એરપોર્ટ પર ઉપસ્થિત રહ્યા હતા.