કાલાવડના સરવાણીયાના ખેડૂત પાસે નકલી પોલીસ બની દોઢ લાખ પડવાનાર ત્રણ પકડાયા
ખેડૂતને જમીનની વેચાણની મોટી રકમ આવી હોવાથી રૂપિયા પડાવવા કાવતરું રચ્યું
કાલાવડના સરવાણીયા ગામના ખેડૂતને જમીનની વેચાણની મોટી રકમ આવી હોવાથી પૈસાપડાવવા કાવતરું રચી નકલી પોલીસબની દારૂના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી વિડીયો બનાવી રૂ.1.50 લાખ પડાવી લેનાર ત્રણ નકલી પોલીસ સામે ફરિયાદ નોંધાયા બાદ અસલી પોલીસ આ નકલી પોલીસના ઝડપી લઈ વધુ તપાસ શરૂ કરી છે.
સરવાણીયાગામે રહેતા ખેડૂત હસમુખભાઈ બાબુભાઈ પાસુરિયાને ગત 18ના રોજ ગામના એક ગેરેજ સંચાલકેબોલાવતા તે ત્યાં ગયા હતા જ્યાં બળજબરીપૂર્વક હાથ માં દારૂની બોટલ પકડાવી દઇજેના ફોટો- વિડિયો બનાવી લીધા હતા. થોડીવારમાં ત્યાં બે શખ્સો આવ્યા હતા જેમણે પોતની ઓળખ એલસીબીપોલીસ સ્ટાફ તરીકે આપી હતી. હસમુખભાઈને દારૂના કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી રૂપિયાની માંગ કરી હતી હસમુખભાઈ પોતાની બદનામીનાડરથી બચવા માટે પોતાના ઘેરથી 1 લાખ અને એક પરિચિત પાસેથી પચાસ હજાર એમ કુલ 1.50 લાખ આપ્યા હતા. ભોગ બનનાર હસમુખભાઈ બાબુભાઈ પાસુરિયાએ ત્યારબાદ જામનગર જિલ્લા પોલીસવડાને આ બાબતે ફરિયદ કરી હતી. તપાસ કરતાં હસમુખભાઈ બાબુભાઈ પાસુરિયા પાસેથી દોઢ લાખ પડવાનાર બંને નકલી પોલીસ હોવાનું જાણવા મળ્યું હતું. જે બાબતે પોલીસ વડાની સૂચનાને આધારે હસમુખભાઈ બાબુભાઈ પાસુરિયા પાસેથી અરજીલઈ કાલાવડના પીઆઇ વી. એસ. પટેલને તપાસ સોંપાઈ હતી જેમાં પોલીસે ગેરેજસંચાલકને ઉઠાવી પૂછપરછ કરતાં સમગ્ર પ્રકરણનો ભાંડો ફૂટ્યો હતો અને નકલી પોલીસ બનેલા બે શખ્સો સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી હતી. નકલી પોલીસ બનીને આવેલા કાલાવડ તાલુકાના મુળીલા ગામના બે શખ્સોએ કબૂલ્યું કે ખેડૂતને જમીનની વેચાણની મોટી રકમ આવી હોવાથી પૈસાપડાવવા કાવતરું રચ્યું.