રાજકોટની ત્રણ સગીરાને ઉતર પ્રદેશ માંથી મુક્ત કરાવી
પ્રધ્યુમનનગર, કુવાડવા રોડ અને ભકિતનગર પોલીસ ટીમનું યુપીના અલગ અલગ રાજ્યમાં ગુપ્ત ઓપરેશન
રાજકોટના પ્રધ્યુમનનગર, કુવાડવા રોડ અને ભકિતનગર પોલીસ ટીમે યુપીના અલગ અલગ રાજ્યમાં ગુપ્ત ઓપરેશન કરી રાજકોટની ત્રણ અપહ્યત સગીરને હેમખેમ છોડાવી પરિવારને સોંપી હતી તેમજ રાજકોટ પોલીસે એક શખ્સને ઝડપી લીધો હતો જયારે અન્ય બે ફરાર થઈ ગયા હતા.
પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવની સૂચનાથી રાજકોટ માંથી ગુમ અપહરણ થયેલ બાળકોને શોધી કાઢવા ખાસ ડ્રાઇવ રાખેલ હોય જેમા ડીસીપી ક્રાઇમ પાર્થરાજસીંહ ગોહીલના માર્ગદર્શન હેઠળ ખાસ ટીમ બનાવી ત્રણ સગીરાને છોડાવવા ઉતર પ્રદેશ રાજયમા અલગ અલગ જીલ્લામા રહેતા આરોપી શોધવા માટે ટીમે તપાસ કરી હતી જેમાં પ્રધ્યુમનનગર પોલીસ 2016મા કોઠારીયા સોલવન્ટ વીસ્તારમાં રહેતા મમતાબેન વીનોદકુમાર બીહારીલાલ વર્માની પુત્રીને અપહરણ કરી લઈ જનાર રાહુલ અશોક કુમાર વર્માની યુ.પીના જાલોન જિલ્લાના ઇન્દીરાનગરથી ઝડપી લઈ સગીરાને મુક્ત કરવી હતી.
જ્યારે રતનપર ગામ વાડીમાં રહેતા મુનાભાઇ રમલાભાઇ ભીલની પુત્રીને વર્ષ 2018માં ભુરીસીંહ ચૌધરી અપહરણ કરી લઈ ગયો હોય કુવાડવા રોડ પોલીસ યુ.પી.ના અલીગઢ ખાતે દરોડો પાડી સગીરાને મુક્ત કરવી હતી પોલીસ દરોડામાં આરોપી ભાગી ગયો હતો. સગીરાને રાજકોટ લાવી તેના વાલી પરિવારને સોંપી હતી.
જંગલેશ્વર માંથી ગોલીભાઇ ઉર્ફે રમજાનઅલી હસનભાઇ શેખની પુત્રીને અબ્દુલ અફજલભાઇ સમદ ગત તા-૨૧/૦૨/૨૦૨૩ અપહરણ કરી લઇ ગયેલ હોય. જે આરોપી ને શોધવા ભક્તિનગર પોલીસ અલીગઢ ખાતે તપાસ કરી સગીરાને તેના કબજા માંથી મુકત કરાવી સહી સલામત રાજકોટ ખાતે લઇ આવેલ અને તેના માતા-પીતા ને શોપી હતી. આરોપી પોલીસના હાથમાં આવ્યો ન હતો.