ગોંડલમાં ન્હાવા પડેલા ત્રણ ડૂબ્યા કાકાનું મોત ભત્રીજાનો બચાવ
ગોંડલમાં આશાપુરા ડેમમાં ન્હાવા પડેલા કાકા-ભત્રીજા સહીત ત્રણ ડૂબ્યા હતા જેમાં ભત્રીજાની નજર સામે કાકાનું ડૂબી જવાથી મોત થયું હતું. ગોંડલના પંચપીરની ધાર પાસે રહેતા રમેશભાઈ મનુભાઈ ચૌહાણ (ઉંમર 58) તેના સાળા ગોપાલભાઈ મકવાણા અને ભત્રીજો દિવ્યેશ રાઠોડ આશાપુરા ડેમ ખાતે ન્હાવા માટે ગયા હતા તે દરમિયાન રમેશભાઈ નો પગ લપસતા તેઓ ડેમના ઊંડા પાણીમાં ગરક થયા હતા સાથે સાથે ભત્રીજો દિવ્યેશ પણ ખેંચાયો હતો દરમિયાન ગોપાલભાઈએ રમેશના ભત્રીજા દિવ્યેશને હાથ ખેંચી બહાર કાઢી લેતા તેનો બચાવ થયો હતો જ્યારે કાકા રમેશભાઇ નું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે નગરપાલિકા ફાયર વિભાગના તરવૈયા ઓ ડેમ ખાતે દોડી ગયા હતા અને ડૂબી ગયેલા રમેશભાઈના મૃતદેહને બહાર કાઢ્યો હતો. મૃતક રમેશભાઈ મમરા નાં કારખાના માં કામ કરતા હતા અને તેના સાળા ગોપાલભાઈ ને નવું બાઈક છોડાવવા નું હોય જ્યાં બે કલાક નો સમય લાગે તેમ હોય ત્રણે જણા ડેમ ખાતે પહોંચ્યા હતા અને અણબનાવ બની જવા પામ્યો હતો