રાજકોટમાં ડીઝલથી દોડતી સિટી બસનું આ છેલ્લું વર્ષ !
નવી ૧૭૫ ઈલેક્ટ્રિક અને ૧૦૦ સીએનજી બસ આવશે: અટલ સરોવર પાસે બન્નેનો ડેપો બનશે
રાજકોટમાં અત્યારે એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જવા માટે સિટી બસનું સંચાલન મહાપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે પરંતુ આ સિટી બસની હાલત એટલી હદે ખરાબ થઈ ગઈ છે કે મોટાભાગની બસ પ્રદૂષિત ધૂમાડો ઓકતી થઈ ગઈ છે. આ સમસ્યામાંથી છૂટકારો અપાવવા માટે મહાપાલિકા દ્વારા ડ્રાફ્ટ બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે.
મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું કે શહેરમાં ડીઝલથી દોડતી સિટી બસનું આ છેલ્લું વર્ષ હશે કેમ કે આ વર્ષમાં જ શહેરમાં ૨૭૫ જેટલી ઈલેક્ટ્રિક અને સીએનજી બસ આવી જવાની છે. આ અંગેની વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. ઈલેક્ટ્રિક બસ માટે અટલ સરોવરની બાજુમાં આવેલા પ્લોટમાં ૧૬ કરોડના ખર્ચે ઈ-બસ ચાર્જિંગ સ્ટેશન અને ડેપો બનશે તો સીએનજી બસ માટે આ જ પ્લોટમાં ૮ કરોડના ખર્ચે ડેપો બનાવવામાં આવશે.
બજેટ હાઈલાઈટસ
- ન્યારી-૧ ડેમ સાઈટ પર ૧૫ કરોડના ખર્ચે ૧૫૦ એમએલડીનો ફિલ્ટર પ્લાન્ટ બનશે
- હયાત ન્યારી ફિલ્ટર પ્લાન્ટનું ૩ કરોહના ખર્ચે નવીનીકરણ
- વોર્ડ નં.૫માં નવાગામ આવાસ, શક્તિ સોસાયટી સહિતની સોસાટીમાં ૨ કરોડના ખર્ચે ૧૦૦થી ૩૦૦ મી.મી. સુધીની ડીઆઈ પાઈપલાઈન
- વોર્ડ નં.૧૮માં કોઠારિયા રોડ પર સેલિબ્રેશન પાર્ટી પ્લોટથી કોઠારિયા ચોકડી સુધી બન્ને જગ્યાએ ડે્રનેજ લાઈન-મેન હોલ બનશે
- વોર્ડ નં.૧૮માં સિલ્વર-ગોલ્ડન-નટરાજ સહિતની ઈન્ડસ્ટ્રીઝમાં મેઈન લાઈન-પાઈપ લાઈન નખાશે
- આજીડેમ નેશનલ હાઈ-વેની બાજુી ખુલ્લી જગ્યામાં ૧૫૦ લાખ વૃક્ષનું વાવેતર
- નાકરાવાડી લેન્ડફિલ્ટ સાઈટ પર ખુલ્લી જગ્યામાં ૩ લાખ વૃક્ષનું વાવેતર
- માધાપરમાં નવી ટીપી સ્કીમમાં દોઢ કરોડના ખર્ચે બગીચો
- સ્માર્ટ સિટી વિસ્તારમાં ૨ કરોડના ખર્ચે બગીચો
- વોર્ડ નં.૭માં રાષ્ટ્રીય શાળા સામે શાળા નં.૧૧માં મહાત્મા ગાંધી બિલ્ડિંગ નવું બનશે
- સુક્નયા સમૃદ્ધિ યોજના અંતર્ગત મ્યુનિ. શાળાઓમાં અભ્યાસ કરતી બાળાઓને વર્ષે ૧૦૦૦ની સહાય