ભગવતીપરાના બંધ મકાન માંથી રૂ.3.૭૩ લાખની ચોરી
પરિવાર ચોટીલા દર્શને જતા બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરો
ચોટીલા માતાજીના દર્શન કરવા ગયેલા ભગવતીપરામાં પુરૂષોતમ પાર્કમાં રહેતા કિશોરભાઇ મગનભાઇ કોલાદરાના બંધ મકાનને તસ્કરો નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના મળી રૂા. ૩,૭૩,૦૦૦ની માલમત્તા ચોરી જતા બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે.
કિશોરભાઇ મગનભાઇ કોલાદરા પેડક રોડ પર પાણીના ટાંકા પાસે સાડીના કારખાનામાં મજૂરી કામ કરે છે. તેમજ લેડીઝ વેરનો સામાન રાજકોટમાં ભરતી જુદી જુદી બજારોમાં વેંચવાનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવાર સાથે ચોટીલા માતાજીના મઢે દર્શન કરવા માટે ગયા હતા અને મોટો પુત્ર ગૌરવ વહેલી સવારે કામ પર જતો રહ્યો હતો. સાંજે પુત્ર ગૌરવનો પરત આવતા મકાનનું તાળુ તુટેલ છે અને ઘરમાં સામાન વેરવિખેર પડયો છે. તેમજ તીજોરી તુટેલી હાલતમાં હતી. કિશોરભાઇ મગનભાઇ કોલાદરે ચોટીલાથી પરત ઘરે આવીને તપાસ કરતાં રૂા. ૩,પ૦,૦૦૦ રોકડા અને સોના ચાંદીના દાગીના જોવા ન મળતા રૂા. ૩.૭૩ લાખની માલમત્તાની ચોરી થઇ હોવાની ખબર પડતા બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
