પેપરોની ચકાસણીનું કામ “સરખું” તો મહેનતાણામાં અસમાનતા…!!!
શિક્ષકોને ચૂકવાય છે રૂ.400 અને જ્ઞાન સહાયકોને રૂ.240:ચકાસણી કાર્યમાં ભૂલ થાય તો સમાન દંડ વસૂલવામાં આવે છે તો પછી મૂલ્યાંકનમાં કેમ તફાવત,જ્ઞાનસહાયકોની ફરિયાદ
બોર્ડની પરીક્ષાના મૂલ્યાંકનમાં જોડાયેલા શિક્ષકો અને જ્ઞાન સહાયકોને ચુકવવામાં આપતાં મહેનતાણામાં અન્યાય થતો હોવાથી નારાજગી જોવા મળી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષા બાદ તેના મૂલ્યાંકનમાં જોડાતા શિક્ષકો અને સહાયકો વચ્ચે વળતરને લઈ ભેદભાવ રખાતો હોવાની ફરિયાદો ઊભી થઈ છે.
ઉત્તરવહીની ચકાસણીમાં જોડાયેલા સહાયકોએ શિક્ષણ બોર્ડને લેખીત ફરિયાદ કરી થઈ કે, અમને 240 રૂપિયા લેખે દૈનિક ભથ્થું આપવામાં આવશે જ્યારે સરકારી કર્મચારીઓને રૂપિયા 400 લેખે દૈનિક ભથ્થું આપવામાં આવશે, પેપર મૂલ્યાંકનનું કામ એક સમાન છે જો ચકાસણી કાર્યમાં ભૂલ થાય તો સમાન દંડ વસૂલવામાં આવે છે તો પછી મૂલ્યાંકનમાં શા માટે તફાવત રાખવામાં આવે છે…? તેવી રજૂઆત સાથે અમારી સાથે અન્યાય કરવામાં આવશે તો અમે મૂલ્યાંકન કામ થી અલિપ્ત થઈ જઈશું તેવી જ્ઞાન સહાયકોએ ચીમકી ઉચ્ચારી છે.
