રાજકોટ જેલની દીવાલમાં સામાજિક સંદેશના રંગ પુરાયા: ડિજિટલ અરેસ્ટ, મહિલાઓ પરના અત્યાચારના વિષય સાથે ચિત્રો
ચિત્રનગરીના 70 કલાકારોએ સવારથી સાંજની મહેનતથી બનાવ્યા 70 સુંદર ચિત્રો
રાજકોટ જેલની દીવાલોને રંગોથી સજાવટ સાથે સામાજિક સંદેશને ચિત્રનગર ના 70 કલાકારોએ આરુપણ કર્યું છે. ચિત્રનગરીના 70 કલાકારોએ 70 ચિત્રો જેલની દિવાલમાં બનાવ્યા હતા. જેમાં સાયબર ક્રાઇમ અને મહિલાઓ પર ઘરેલું હિંસાના વિષયને આ ચિત્રોમાં આવરી લીધા હતા.
ચિત્રનગરી દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોને સુંદર રીતે ચિત્રો સાથે સજાવવામાં આવ્યા છે, જ્યારે રવિવારે સવારથી સાંજ સુધી જેલની દિવાલ તેમજ આસપાસમાં વિવિધ વિષયોને રંગોથી આકાર આપીને સમાજમાં ગુનાખોરીનું પ્રમાણ અટકે તેવા વિષય સાથે કલાકારોએ ચિત્ર બનાવી રંગો ભર્યા છે. કલાકારોએ જણાવ્યું હતું કે, ડિજિટલ યુગમાં સાઇબર ક્રાઇમના બનાવો વધી રહ્યા છે લોકોમાં જાગૃતતા આવે તે માટે અમારો ચિત્ર થકી પ્રયાસ કરવામાં આવ્યો છે.
મધ્યસ્થ જેલના નાયબ પોલીસ અધિક્ષક બી.બી. પરમારએ ચિત્ર નગરીના કલાકારોનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, આ કલાકારોએ સુંદર રીતે સામાજિક સંદેશને ચિત્રમાં કંડાર્યો છે. સમાજમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ જેના માટે જાગૃતતા આવી જરૂરી છે અને ચિત્રના કલાકારોએ આવી કૃતિ નું નિર્માણ કર્યું છે. ખાસ કરીને મહિલાઓ પર થતા અત્યાચાર કઈ રીતે રોકી શકાય..? ડિજિટલ એરેસ્ટ થતા કેમ અટકી શકાય..?