વેરાવળ-જબલપુર ટ્રેન 27 ઓકટોબરથી નિર્ધારિત રૂટ ઉપર દોડશે
ભોપાલ ડિવિઝનમાંઅપાયેલ બ્લોક રદ કરાયો
ભોપાલ ડિવિઝનમાં લેવામાં આવેલો બ્લોક કેન્સલ થવાને કારણે હવે વેરાવળ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન ડાયવર્ટ કરેલા રૂટને બદલે તેના નિર્ધારિત રૂટ પર દોડશે. વેસ્ટ સેન્ટ્રલ રેલવેના ભોપાલ ડિવિઝનમાં એન્જિનિયરિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે, રાજકોટ ડિવિઝન થી પસાર થતી વેરાવળ-જબલપુર અને જબલપુર-વેરાવળ એક્સપ્રેસ ટ્રેનોને 27.10.2023 સુધી ડાયવર્ટ કરાયેલા રૂટ પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે, ભોપાલ ડિવિઝન દ્વારા બ્લોક રદ થવાને કારણે, ટ્રેન નંબર 11463 વેરાવળ-જબલપુર અને ટ્રેન નંબર 11464 જબલપુર-વેરાવળ એક્સપ્રેસ ટ્રેનો હવે પછીની સૂચના સુધી ભોપાલ-ઈટારસી-જબલપુર થઈને તેમના નિર્ધારિત રૂટ પર દોડશે.