રાજકોટ માંથી ૫૮ સાઇકલ ચોરી કરનાર ત્રિપુટી ઝડપાઈ
રૂ.2.૫૮ લાખની કિંમતની મોંધી સાઇકલ કબજે
રાજકોટ શહેર ની અલગ અલગ જગ્યાએ થી ૫૮ જેટલી સાયકલની ચોરી કરનાર ત્રિપુટીને નાના મૌવા મોકાજી સર્કલ પાસેથી રાજકોટ તાલુકા પોલીસે પકડી પાડી રૂ. 2.૫૯ લાખની ચોરાઉ સાઇકલ કબજે કરી વધુ તપાસ શરુ કરી છે.
બાબરીયા કોલોની ક્વાટર ન,૦૩ ઘર નં. ૪૯૪ આહિર ચોક વાળો રોડ ભક્તિનગર પાસે રહેતો ભગવાનભાઇ લખુભાઇ કારિયા, કાલવડ રોડ લક્ષ્મીના ઢોરા પાસે રહેતો રિક્ષા ચાલક મનકુભાઇ ઉર્ફે મનટુભાઇ નરેશભાઇ પ્રજાપતી અને શાપર સર્વોદય સોસાયટી શેરી ન ૦૯ સાપર વેરાવળમાં રહેતો અજયભાઇ શીવનારાયણ મંડલની તાલુકા પોલીસે ૫૮ જેટલી ચોરાઉ સાઇકલ સાથે ધરપકડ કરી હતી. અને આ ચોરી કરેલ સાયકલો માથી અમુક સાયકલો તેને અન્ય વ્યક્તીઓને વેચેલ હોવાની કબુલાત આપતા ત્રણેય ની વિશેષ પુછપરછ કરી હતી.