14 નવેમ્બરથી પ્રાથમિક શિક્ષકો માટે બદલી કેમ્પ શરૂ થશે
ધોરણ એક થી પાંચ માટે નવેમ્બર અને ધોરણ છ થી આઠ માટે 21 નવેમ્બરે રાજકોટ તેમજ રાજ્યભરમાં કેમ્પ
પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયકો માટે 14 નવેમ્બર થી બદલી કેમ્પ શરૂ થશે જેમાં પ્રથમ તબક્કો 23 નવેમ્બર થી 14 ડિસેમ્બરે અને સામાન્ય તબક્કો 16 ડિસેમ્બરથી 31 ડિસેમ્બરે યોજાશે. જેમાં 14 નવેમ્બરથી જિલ્લા વિભાજન કેમ્પ શરૂ કરવામાં આવશે, ત્યારબાદ 20 થી 21 નવેમ્બર સુધી જિલ્લા ફેર બદલી કેમ્પ નો ઓફલાઈન આયોજન કરાયું છે.
જે અંતર્ગત રાજકોટમાં 20 થી 21 નવેમ્બરના રોજ જિલ્લા ફેરબદલી કેમ્પ પણ યોજાશે. 20 તારીખે ધોરણ એક થી પાંચ માટે અને 21 તારીખે ધોરણ છ થી આઠ માટે આ કેમ્પનું બે તબક્કામાં આયોજન કરવામાં આવ્યું છે.
શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યા સહાયક પ્રાથમિક શિક્ષક ઉચ્ચ પ્રાથમિક શિક્ષકની બદલીના નિયમો પ્રસિદ્ધ કરવામાં આવેલા છે જેમાં 2023 ના ધરાવતી પ્રસિદ્ધિ બદલીને નિયમોમાં જિલ્લાફેર એક તરફી ઓફલાઈન અને જિલ્લા એક તરફી ઓનલાઈન બદલી માટેની જોગવાઈ કરવામાં આવી છે.