રાજકોટમાં યાજ્ઞિક રોડ પર આવેલ બિઝ હોટલમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો
રાજકોટમાં યાજ્ઞિક રોડ પર આવેલ બિઝ હોટલમાં થયેલ ચોરીનો ભેદ એ.ડિવિઝન પોલીસે ઉકેલી આરોપી રિશેપનિસ્ટને વડોદરાની હોટલમાંથી ઝડપી લઈ રૂ.42 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે યાજ્ઞિક રોડ પર આવેલ બીઝ હોટલમાં મેનેજર તરીકે નોકરી કરતાં નીલેશભાઈ દિનેશભાઈ વાઘેલાએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, બીઝ હોટેલ મા ગઈ તા.03/08/2023 થી અનીમેશ મરીનલ બશ્રીને રિષેપનીસ્ટ તરીકે કામ પર રાખેલ હતો. તે ત્યા હોટેલના રૂમમાં જ રહેતો હતો.
અનીમેશ હોટેલના રીસેપશનમા બેસતો હતો અને તેની ચાવી પણ ત્યાં જ રહેતી હતી. તેને રોજ બપોરના સમયે બે કલાકનો લંચ બ્રેક આપવામા આવતો હતો. ગઈ તા.15/08/2023 ના બપોરે એકાદ વાગ્યાના સમયે લંચ બ્રેક હોય જેથી તે જમવા માટે ગયેલ અને ત્યાર બાદ બે કલાકનો સમય થયો હોવા છતા અનીમેશ પરત પોતાના રીસેપ્શન પરત આવેલ નહી. જેથી હોટેલમા ચેક કરતા તે ક્યાય જોવા મળેલ નહી. અને સાંજના સાડા છએક વાગ્યા હોવા છતા તે પરત આવેલ નહી અને આજુ બાજુ માં તપાસ કરતા મળી આવેલ નહી જેથી હોટેલના રીસેપ્શન જોયેલ તો રીસેપ્શનમા રાખેલ હોટેલનો મોબાઈલ ફોન અને રીસેપ્શનના ટેબલના ખાનામા રાખેલ રોકડ રૂપીયા 40 હજાર જે પણ જોવા મળેલ નહી
જેથી આરોપીને ફોન કરતાં ફોન ઉપાડેલ નહીં અને ફોન સ્વીચઓફ કરી નાખેલ, જેથી આરોપી રૂ.42 હજારનો મુદ્દામાલ લઈ નાસી છૂટ્યાની ફરીયાદ નોંધાવી હતી. જે અંગેની ફરિયાદ પરથી એ. ડિવિઝન પોલીસ મથકના પીઆઇ ડી.એમ.હરીપરાની રાહબરીમાં પીએસઆઇ જી.એન.વાઘેલા સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે સાથેના એ.એસ.આઇ એમ.વી.લુવા તથા કોન્સ્ટેબલ જગદીશ વાંક તથા કેતન બોરીચાને ટેકનીકલ સોર્સ આઘારે જાણવા મળેલ કે, હોટેલ બીઝમાંથી ચોરી કરી નાસી છૂટેલ રીસેપ્સનીસ્ટ અનિમેષ મનીનલ બક્ષી (રહે. મૂળ ઝારખંડ) વડોદરાની યુગરાજ નામની હોટેલમાં રોકાયેલ છે જેથી સ્ટાફે વડોદરા એલ.સી.બી ઝોન-2 ટીમની મદદથી આરોપીને દબોચી રોકડ અને મોબાઈલ ફોન મળી રૂ.42 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.