Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ડો.આંબેડકરની વિકાસની પરિભાષાને ચરિતાર્થ કરવા રાજયસરકાર કૃતનિશ્ચયી – મંત્રી ભાનુબેન બાબરિયા

Sun, September 3 2023

વંચિતોની પ્રગતિનો નિર્ધાર, રાજ્ય સરકારનો મક્કમ પ્રયાસ

સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લાઓના આશરે ચાર લાખથી વધુ લાભાર્થીઓને રૂ. ૧૪૬ કરોડની લોન/સહાય વિતરણ

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના ૧૨ જિલ્લાઓના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની વિવિધ યોજનાઓના આશરે ૪ (ચાર)લાખથી વધુ લાભાર્થીઓએ રૂ.૧૪૬ કરોડની લોન/સહાય વિતરણ કરાઇ હતી.


આ પ્રસંગે મંત્રી ભાનુબેન બાબરીયાએ હર્ષ વ્યક્ત કરતા કહ્યું હતું કે, ભારતીય બંધારણના રચયિતા બાબાસાહેબ આંબેડકરની વિકાસની પરિભાષાને ચરિતાર્થ કરવા રાજયસરકાર કૃતનિશ્ચયી છે, જેના ભાગરૂપે આજે માત્ર એક રીમોટથી સમાજ સુરક્ષા, અનુસૂચિત જાતિ કલ્યાણ અને વિવિધ ૧૧ નિગમોના લાભાર્થીઓને ૧૪૬ કરોડની સહાય લાભાર્થીઓના ખાતામાં પહોંચી છે, જે પ્રધાનમંત્રીશ્રી મોદીના વિઝનને આભારી છે.

     મંત્રીએ ઉમેર્યું હતું કે, વિશ્વનું સર્વશ્રેષ્ઠ બંધારણ ધરાવતા ભારત દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હંમેશા સમાજના અંતિમ છેડે બેઠેલા માનવીને પ્રથમ વિકાસ લક્ષ્ય તરીકે આગળ રાખ્યા છે, જેના થકી જ આજે અનેક લોકોના ઘરના ઘર, અનેક વિદ્યાર્થીઓના શિક્ષણના અને વિદેશ અભ્યાસના સ્વપ્ન સાકાર થયા છે. અને અનેક દીકરીઓ કોઇપણ પ્રકારના ભેદભાવ વગર આજે પોતાના સ્વપ્નોને સાકાર કરી રહી છે. કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રોનું લાઇવ ટેલીકાસ્ટ રાજયસરકારના પારદર્શક વહીવટનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. સ્વામી વિવેકાનંદના ‘‘માનવસેવા એ જ પ્રભુ સેવા’’ના સૂત્રને રાજ્ય સરકારે સાર્થક કરી લોકસેવામા નિષ્ઠા સાથે સંપૂર્ણ પ્રયત્નશીલ બની અનેક લોકોના જીવનમાં અજવાસ પાથરવામાં નિમિત્ત બની છે, તેમ મંત્રીએ જણાવ્યું હતું. 

    આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર,અમરેલી, મોરબી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ,જુનાગઢ, દ્વારકા, પોરબંદર અને કચ્છ સહિતના ૧૨ જિલ્લાઓના ચાર લાખથી વધુ નાગરિકોને  સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની સરકારશ્રીની જુદી-જુદી યોજનાઓ જેવી કે, ડો.આંબેડકર આવાસ યોજના, કુંવરબાઇનું મામેરૂ યોજના, આંતરજ્ઞાતીય લગ્ન પ્રોત્સાહક યોજના, પંડિત દીન દયાળ આવાસ યોજના વિદેશ અભ્યાસ લોન તથા વિવિધ નિગમોની લોન વિગેરેના રૂ. ૧૪૬ કરોડની લોન/સહાય વિતરણ કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ વાહન સહાય લોન અંતર્ગતના ટ્રેક્ટર તથા રીક્ષા વાહનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું, સાથે જ ૨૧ લાભાર્થીઓને પ્રતિકાત્મક ચેક, આવાસની ચાવી અર્પણ કરવામાં આવી હતી. રાજકોટ સ્થિત મહાત્મા ગાંધી સરકારી કુમાર છાત્રાલયના ૩૦૦ વિદ્યાર્થીઓને સરકારી નોકરી પ્રાપ્ત કરવા તથા ૨૧ છાત્રોને બી.એસ.એફ., સી.આઇ.એસ.એફ., આઈ.ટી.બી.પી. અને સી. આર.પી. એફ. સહિતની સુરક્ષા ક્ષેત્રે નિમણુક થવા બદલ મહાનુભાવોએ બિરદાવ્યા હતા. 

   કાર્યક્રમના પ્રારંભે મહાનુભાવોએ દીપ પ્રાગટય કર્યું હતું. રાજકોટ મેયરશ્રી પ્રદીપભાઈ ડવે શાબ્દિક સ્વાગત તેમજ સાંસદ રામભાઈ મોકરીયાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ તકે અનુસૂચિત જાતિ અને વિકસતિ જાતિના વિવિધ લાભોની સાફલ્ય ગાથાની ફિલ્મ નિહાળી હતી. અનુસૂચિત જાતિ વિભાગના નાયબ નિયામકઆનંદબા ખાચરે આભારવિધિ કરી હતી. 

    આ પ્રસંગે સંસદસભ્યમોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય  ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ડે. મેયરકંચનબેન સિધ્ધપુરા, અગ્રણી ભરતભાઈ બોઘરા, મુકેશભાઈ દોશી, વિક્રમ જાદવ, અનુસૂચિત જાતિ વિભાગના ડિરેક્ટર રચિત રાજ, અનુસૂચિત જાતિ વિભાગના ઝોનલ ડાયરેક્ટર ખેર કલેકટર પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, સૌરાષ્ટ્રના સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગના નાયબ નિયામકઓ તથા વિવિધ અધિકારીઓ- કર્મચારીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Share Article

Other Articles

Previous

લાંચ કેસમાં પકડાયેલ તલાટીમંત્રીને ત્રણ વર્ષની સજા

Next

ભારત અને પાકિસ્તાન મેચમાં વરસાદ વિલન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
8 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલે પત્ની મેહા સાથે નડિયાદના નવા ઘરમાં કર્યો ગૃહપ્રવેશ,આલીશાન બંગલાની જુઓ તસવીરો
7 કલાક પહેલા
Movies release: ‘દે દે પ્યાર દે 2’ થી લઈને ‘કાંથા’ સુધી, આ ધમાકેદાર ફિલ્મો 14 નવેમ્બરે સિનેમાઘરોમાં થશે રિલીઝ
8 કલાક પહેલા
‘તમારા પણ મા-બાપ હશે, શરમ નથી આવતી?’ ધર્મેન્દ્રના ઘરના બહાર ભીડ એકઠી થતાં મીડિયા પર ભડક્યો સની દેઓલ
8 કલાક પહેલા
રાજકોટ : પ્રેમ રોગમાં યુવકે પ્રેમિકાને છરી ઝીંકી પોતાના પેટમાં ઘા મારી કર્યો આપઘાતનો પ્રયાસ,બંનેની હાલત ગંભીર
9 કલાક પહેલા
Categories

નેશનલ

2646 Posts

Related Posts

ઉત્તરાખંડમાં પણ અતિ ભારે વરસાદ, અનેક માર્ગો બંધ પડી ગયા
નેશનલ
2 વર્ષ પહેલા
PM બન્યા બાદ નરેન્દ્ર મોદીને કેટલો પગાર મળશે? જાણો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટ : રિંગરોડ-2 પહોળો કરવા માટે ‘તગડો’ ભાવ માંગતી એજન્સીઓ
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
ઝારખંડમાં એએસઆઈએ શું પરાક્રમ કર્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર