લોટરી બજારમાં દુકાનનો સ્લેબ ખળભળ્યો, લાદીઓ તૂટી: ભયનો માહોલ
સર્વેશ્વર ચોક જેવી નહીં બલ્કે ચિંતા જરૂર જન્માવે તેવી ઘટનાથી તંત્રમાં ભાગદોડસી' સેક્શનમાં આવેલી ઝુલેલાલ દાળ-પકવાન-પુરીશાક નામની દુકાનમાં બનેલી ઘટના: તાત્કાલિક અસરથી દુકાન બંધ કરાવાઈ, અન્ય દુકાનદારોમાં ગભરાટ: ૩૭ વર્ષ પહેલાં બનેલા બિલ્ડિંગમાં
સ્લેબ તૂટ્યો’ હોવાની વાત વહેતી થતાં જ લોકોના ટોળાં ઉમટ્યા
જ્યુબિલી શાક માર્કેટ પાછળ આવેલી તેમજ હોસ્પિટલ ચોક બ્રિજ જ્યાં પૂરો થાય છે ત્યાં વર્ષોથી રહેલી લોટરી બજારમાં આજે બપોરના સમયે દુકાનનો સ્લેબ ખળભળી ઉઠતાં તેમજ લાદીઓ તૂટવા લાગતાં ભયનું લખલખું વ્યાપી જવા પામ્યું હતું. એક તબક્કે સર્વેશ્વર ચોક જેવી જ ઘટના બની હોવાની વાત વહેતી થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. જો કે એ દૂર્ઘટના જેવું નહીં બન્યું હોવાનું ધ્યાન પર આવતાં જ સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે લોટરી બજારનું `સી’ સેક્શન કે જ્યાં ૨૬ જેટલી દુકાનો આવેલી છે તે પૈકીની ઝુલેલાલ દાળ-પકવાન-પુરીશાક નામની દુકાનનું તળિયું અચાનક ખળભળવા લાગ્યું હતું અને અંદાજે દસેક જેટલી લાદીઓ તૂટી જતાં વેપારીઓ ભયના માર્ગા દુકાન બહાર દોડી આવ્યા હતા. બીજી બાજુ આ ઘટના બનતાં જ લોટરી બજારમાં સ્લેબ તૂટ્યો છે તેવી વાતો વહેતી થતાં જ લોકોના ટોળા લોટરી બજારમાં એકઠા થવા લાગ્યા હતા સાથે સાથે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, સિટી ઈજનેર કોટક, ચીફ ફાયર ઑફિસર સહિતના અધિકારીઓ પણ લોટરી બજાર પહોંચ્યા હતા.
આ પછી નિરીક્ષણ કરતાં એવું ધ્યાન પર આવ્યું હતું કે જ્યાં આ ઘટના બની છે તેનાથી વોંકળો ઘણો દૂર છે પરંતુ અચાનક જ સ્લેબમાં ખળભળાટ અને લાદી તૂટવાનું કારણ અકળાવનારું હોવાને કારણે ઈજનેરોને વોંકળામાં ઉતારવામાં આવ્યા હતા અને સ્લેબની હાલત કેવી છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ મહાપાલિકાએ તાત્કાલિક દુકાન બંધ કરાવી સ્લેબનો સ્ટ્રક્ચરલ રિપોર્ટ કરાવવાની તજવીજ શરૂ કરી હતી.
તમામ દુકાનોના સ્લેબનું ચેકિંગ કરાશે: મ્યુ.કમિશનર
આ અંગે મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે વૉઈસ ઑફ ડે' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જ્યાં આ ઘટના બની તે
સી’ સેક્શનમાં ૨૬ દુકાનો આવેલી છે એટલા માટે મહાપાલિકા દ્વારા હવે તમામ દુકાનોના સ્લેબનું ચેકિંગ કરવામાં આવશે. આ દુકાનો મહાપાલિકાએ વેચી દીધી હોવાને કારણે તે પ્રાઈવેટ પ્રોપર્ટી ગણાય છે એટલા માટે વેપારીઓએ ફિઝિબિલિટી રિપોર્ટ સમયાંતરે કરાવવો જોઈએ પરંતુ રિપોર્ટ કરાવાયો હોવાનું ધ્યાન પર આવ્યું નથી એટલા માટે હવે મહાપાલિકા જ તમામ દુકાનોના સ્લેબનું નિરીક્ષણ કરશે.
આ રીતે લાદી ખસી જવી ચિંતાની બાબત: ડે.મ્યુ.કમિશનર
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણીએ `વૉઈસ ઑફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે જે રીતે સ્લેબ ખળભળી ઉઠ્યો છે અને લાદીઓ તૂટી ગઈ છે તે ચિંતાની બાબત જરૂર છે પરંતુ લોકોએ ગભરાવાની જરૂર નથી. મહાપાલિકા દ્વારા તાત્કાલિક સ્ટ્રક્ચલ રિપોર્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તે ઝડપથી આવી જશે એટલા માટે અત્યારે તમામ દુકાનો બંધ કરવાનો હુકમ કરવામાં આવ્યો નથી.
અમે અનેક રજૂઆત કરી, કોઈએ ધ્યાન ન આપ્યું: વેપારીઓ
લોટરી બજારના વેપારીઓએ `વૉઈસ ઑફ ડે’ સાથેની વાતચીતમાં એવો આક્ષેપ કર્યેા કે લોટરી બજારની દુકાનોના તળિયા નબળા પડી ગયા હોવાને કારણે તેનું તાત્કાલિક રિનોવેશન કરવું જરૂરી છે એવી રજૂઆત મહાપાલિકામાં અનેક વખત કરવામાં આવી છતાં કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હોવાને કારણે આ ઘટના બની છે.