પ્રહલાદ ટોકીઝ પાસે આવેલ સત્યવીજય આઈસ્ક્રીમ અને ગોવાલિયા ફૂડનું ચીજ ખાવા લાયક નથી
ભેળસેળ ખુલ્લી પડી ! આઈસ્ક્રીમમાં દૂધ નહીં, ચીઝમાં વેજીટેબલ ઘી
ગંગોત્રી ડેરી, રવિ પાર્સલ પોઈન્ટ, રોયલ ભૂંગળા બટેટા અને શ્રીજી ફૂડ ઝોન સહિતના ધંધાર્થીઓને લાયસન્સ લેવા તાકીદ
રાજકોટ મહાનગર પાલિકા દ્વારા શહેરના સર લાખાજી રોડ ઉપર પ્રહલાદ સિનેમા પાસે આવેલ સત્ય વિજય આઈસ્ક્રીમ અને હસનવાડીમાંથી ગોવાલિયા ફૂડ પ્રોડ્કટમાંથી લીધેલા પીઝા ચીઝના નમૂના ફેઈલ જતા બન્ને પેઢીઓ સામે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે સાથે જ મંગળવારે ફૂડ વિભાગ દ્વારા રૈયા રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 58 ધંધાર્થિઓની ચકાસણી કરતા 10 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપી ખાધ્યચીજોના કુલ 52 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ હતી.
રાજકોટ મહાનગર પાલિકાની ફૂડ વિભાગની ટીમે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન રૈયા રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 58 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરી હતી જેમાં 10 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપી ખાધ્યચીજોના કુલ 52 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ હતી સાથે જ ચેકીંગ દરમિયાન (0૧)ગંગોત્રી ડેરી ફાર્મ (0૨)રવિ પાર્સલ પોઈન્ટ(0૩)શ્રીનાથજી દાલબાટી (0૪)રોયલ ભૂંગળા બટેટા(૦૫)શ્રીજી ફૂડ ઝોન(૦૬)સુપર ચાઇનીઝ પંજાબી (૦૭)બિપિન પાન (૦૮)ગજાનન સિઝન સ્ટોર (૦૯)હરભોલે ટ્રેડિંગ અને (૧૦) રોશની કોલ્ડ્રિંક્સના સંચાલકોને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ હતી.
દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા “શ્રી સત્ય વિજય પટેલ સોડા ફેક્ટરી”, સરલખાજી રાજ રોડ, પ્રહલાદ સિનેમાની બાજુમાં, રાજકોટ ખાતેથી લેવામાં આવેલ ખાદ્યચીજ “વેનીલા આઇસ્ક્રીમ (લુઝ)” નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં મિલ્ક ફેટનું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછું હોવાથી નમૂનો “સબસ્ટાન્ડર્ડ” (ફેઇલ) જાહેર થયેલ હોવાનું તેમજ “ગોવાલિયા ફૂડ પ્રોડક્ટસ”, હસનવાડી શેરી નં. 2, ગાયત્રીનગર મેઇન રોડ, રાજકોટ ખાતેથી લેવામાં આવેલ ક્રીમિલાઇટ પીઝા ચીઝનો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ )ની હાજરી મળી આવતા નમૂનો “સબસ્ટાન્ડર્ડ” (ફેઇલ) જાહેર થયેલ હોવાથી એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.તેમ જાહેર કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત મહાનગર પાલિકાની ફૂડ શાખાની ટીમે રૈયા રોડ ઉપર આવેલ બાલાજી ફાસ્ટ ફૂડ, બાલાજી દાળપકવાન, બંસી પૂરીશાક, ઓમ ચાઇનીઝ પંજાબી, શ્રીરામ વડાપાઉં, અતુલ બેકરી, હીર એન્ટરપ્રાઇઝ, હરિકૃષ્ણ દાળપકવાન, જય ગોપાલ ઘૂઘરા, શિવ મદ્રાસ કાફે, સોમનાથ વડાપાઉં, રવિરાંદલ દાળપકવાન, રેવદી મદ્રાસ કાફે, શિવાય ગાંઠિયા, મુરલીધર ફરસાણ, પારસ ફરસાણ, શ્યામ સિંગ & નમકીન, હરભોલે ડેરી ફાર્મ, કુમાર ખમણ, ન્યુ સમ્રાટ ખીરું, ભગવતી પ્રોવિઝન સ્ટોર, જલારામ ફરસાણ માર્ટ, કૌશર બેકરી સહિતના 58 સ્થળોએ ચેકીંગ કર્યું હતું.