રાજકોટ સહિત આઠ મહાપાલિકામાં મેયરનું રોટેશન જાહેર
ગુજરાત સરકારે પ્રસિધ્ધ કર્યું જાહેરનામુ : રાજકોટમાં પહેલી ટર્મમાં જનરલ અને બીજી ટર્મમાં મહિલા ( એસ.સી.) મેયર બની શકશે
રાજ્યની આઠ મહાનગરપાલિકાઓમાં 27% અનામતને ધ્યાનમાં રાખી મેયર માટે રોટેશન જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારે પ્રસિદ્ધ કરેલા જાહેરનામાં અનુસાર, આગામી ચૂંટણી બાદ એટલે કે ૨૦૨૬માં રાજકોટમાં પ્રથમ અઢી વર્ષ જનરલ કેટેગરીમાંથી મેયર બની શકાશે અને બીજી ટર્મમાં શેડ્યુલ કાસ્ટના મહિલા મેયર બનશે.
અમદાવાદ મહાનગરપાલિકા પ્રથમ ટર્મ બેકવર્ડ ક્લાસ તો બીજી ટર્મ મહિલા અનામત આપવામાં આવી છે. ભાવનગરમાં પણ મહિલા અને સામાન્ય વર્ગમાંથી મેયર બનશે. તે સિવાય વડોદરામાં SC અને મહિલા અઢી અઢી વર્ષ માટે મેયર પદ પર બેસશે. સુરતમાં પાંચ વર્ષની ટર્મ માટે સામાન્ય અને અનુસુચિત જાતિની મહિલાને મેયર બનવાની તક મળશે.જૂનાગઢમાં મેયર માટેની બીજી ટર્મ ઓબીસી મહિલા માટે અનામત રહેશે. આ રોટેશન નવી ચૂંટણી પછી લાગુ પડશે. ગાંધીનગર મનપામાં પ્રથમ અઢી વર્ષ માટે પછાત જાતીના મેયર બનશે તો બીજા અઢી વર્ષ માટે મહિલા મેયર બનશે.
ગાંધીનગર, અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરત અને વડોદરામાં ૨૦૨૧માં ચૂંટણી થઇ હતી અને હવે 2026માં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી થશે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી છેલ્લે 2019માં થઈ હતી. જેની પણ હવે મુદત પૂરી થઈ ગઈ હોવાથી અહીં ચૂંટણી થવાની છે.
મહાપાલિકા – પહેલા અઢી વર્ષ -બીજા અઢી વર્ષ
અમદાવાદ – બેકવર્ડ ક્લાસ – મહિલા
સુરત – મહિલા – જનરલ
વડોદરા – શેડ્યુલ કાસ્ટ – મહિલા (બેકવર્ડ ક્લાસ )
રાજકોટ – જનરલ – મહિલા ( શેડ્યુલ કાસ્ટ )
ભાવનગર – મહિલા – જનરલ
જામનગર – મહિલા – જનરલ
જુનાગઢ – જનરલ – મહિલા ( બેકવર્ડ કાસ્ટ)
ગાંધીનગર – બેકવર્ડ ક્લાસ – મહિલા