ફ્રૂટના વેપારીના રૂ.15 હજાર પડાવી લેવાનાર રિક્ષા ગેંગ પકડાઈ
રિક્ષામાં મુસાફરોને બેસાડી પાકીટ મોબાઈલ ચોરી કરતી ટોળકીની પૂછપરછ
શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં મુસાફરોને રિક્ષામાં બેસાડી પર્સ, મોબાઇલ, દાગીના સેરવી લેતી વધુ રિક્ષાગેંગને માલવિયાનગર પોલીસ ઝડપી લીધી છે. છ દિવસ પૂર્વે અંકુર રોડ પર મધુરમ સોસાયટીમાં રહેતા ફ્રૂટનો વેપાર કરતા ચંદુભાઈ ઝવેરભાઈ સોલંકી મવડી ચોકડી પાસેથી રીક્ષામાં બેઠા ત્યારે બે મુસાફરો પૈકી એક થુંકવાનું બહાનુ કરીને નજીક આવી રૂ.15 હજાર રોકડ સેરવી લીધી હતી.
માલવિયાનગર પોલીસ મનહરપુરના દિપકભાઇ ઉર્ફે કારો ભરતભાઇ રાઠોડ, શ્યામ કિરણ સોસાયટી શેરીમાં રહેતા મયુરભાઇ ઉર્ફે ડોન કરશનભાઇ બથવાર અને માંડા ડુંગર પાસે રહેતા સુનીલકુમાર શ્રીરાજીતરામ ગોસ્વામીની ધરપકડ કરી છે. ત્રિપુટી પૈકીનો મયુર સામે અગાઉ દુષ્કર્મ અને હત્યાના પ્રયાસના ગુનામાં પકડાયો હતો. જ્યારે આરોપી દીપક ઉર્ફે કાળો મારામારીમાં સંડોવાયો હતો. આરોપીઓ પાસેથી રૂ.૧૫,૦૦૦ની રોકડ કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પી. આઈ એ.બી.જાડેજા સાથે પીએસઆઈ એમ.એસ.મહેશ્વરી, અજયભાઈ વિકમા, મસરીભાઈ ભેટારીયા, રવિભાઈ નાથાણી, યશપાલસિંહ ગોહીલ તથા ભાવેશભાઈ ગઢવી, અંકીતભાઇ નિમાવત, રઘુવીરસિંહ જાડેજા, હરસુખભાઈ સબાડ, ક્રુષ્ણદેવસિંહ ઝાલા, જયદીપસિંહ જાડેજા, સંજયભાઈ બારોટે કામગીરી કરી હતી.